Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બનાવટી લગ્ન કરી અમેરિકા લઈ જતો NRI ઝડપાઈ ગયો

પ્રતિકાત્મક

ર્નિમલે પરિણીત યુવતીને બનાવટી લગ્ન કરીને અમેરિકા લઈ જવાની લાલચ આપીને તેનો ઘરસંસાર તોડાવ્યો હતો

અમદાવાદ,  અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતો અને બનાવટી લગ્નનું તરકટ રચીને લોકોને અમેરિકા લઈ જતા એક શખસની સિદ્ધપુર પોલીસે ધરપકડ નોંધી છે. ર્નિમલ પંડ્યા નામના આ આરોપી વિરુદ્ધ બે વર્ષ પહેલા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. NRI arrested while taking fake marriage to America

જાેકે, તે શિકાગોમાં રહેતો હોવાથી પોલીસ તેના સુધી નહોતી પહોંચી શકી, પરંતુ આરોપી વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ થઈ હોવાથી તે ગયા અઠવાડિયે દિલ્હી લેન્ડ થયો તે સાથે જ તેની ધરપકડ કરી લેવાઈ હતી, અને તેની કસ્ટડી સિદ્ધપુર પોલીસને સોંપી દેવાઈ હતી.

ર્નિમલે એક પરિણીત યુવતીને બનાવટી લગ્ન કરીને અમેરિકા લઈ જવાની લાલચ આપીને તેનો ઘરસંસાર તોડાવ્યો હતો. આ યુવતીના પતિએ તેને અમેરિકા જતી અટકાવવા માટે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.

મહેસાણાના ભદ્રેશ ભટ્ટે બે વર્ષ પહેલા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ર્નિમલ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ર્નિમલ ભદ્રેશની બહેનની નણંદનો દીકરો થાય છે, જે બે વર્ષ પહેલા આવ્યો ત્યારે તેણે ભદ્રેશના પરિવારનો સંપર્ક કર્યો હતો, અને બનાવટી લગ્ન દ્વારા તેમને અમેરિકા લઈ જવાનું સેટિંગ કરી આપવાની વાત કરી હતી.

જાેકે, ર્નિમલની આ ઓફરને ભદ્રેશે ફગાવી દીધી હતી, અને તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેમને આ રીતે ના પોતાને અમેરિકા જવામાં રસ છે કે ના તો પત્નીને મોકલવાની ઈચ્છા છે. ભદ્રેશે તો આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું, પરંતુ તેની પત્ની અમેરિકા જવા માગતી હોવાથી તેનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. અમેરિકા જવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા અને વાત છૂટાછેડા સુધી પણ પહોંચી ગઈ હતી.

પતિ અમેરિકા જવા ના માગતો હોવાથી ભદ્રેશની પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. આ દરમિયાન ભદ્રેશે અંદરખાને તપાસ ચાલુ કરતા તેને ખબર પડી હતી કે તેની પત્ની ર્નિમલના સંપર્કમાં છે, અને તેની સાથે બનાવટી લગ્ન કરીને અમેરિકા જવા માટે તૈયારી કરી રહી છે.

એટલું જ નહીં, આવી જ રીતે મહેસાણાના ધર્મિષ્ઠા પટેલ અન કેતન પટેલે પતિ-પત્ની હોવા છતાંય આવી જ રીતે ર્નિમલ સાથેની મિલીભગતથી બનાવટી લગ્નનું મેરેજ સર્ટિ. ઈશ્યૂ કરાવી ખોટો પાસપોર્ટ મેળવી લીધો હતો અને તેઓ અમેરિકા જતા પણ રહ્યા હતા.

પોતાની પત્ની પણ આ ગેંગનો શિકાર ના બને તે માટે ભદ્રેશ ભટ્ટે પોલીસનો સંપર્ક કર્યો હતો. ૨૦૨૧માં નોંધાયેલી આ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ અનુસાર, અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતો ર્નિમલ પંડ્યા જે મહિલા કે છોકરીને અમેરિકા જવું હોય તેની સાથે લગ્ન કરી તેને વિઝા અપાવી દેતો હતો,

અને અમેરિકા પહોંચી થોડા સમયમાં જ ડિવોર્સ લઈ લેતો હતો અને પછી કોઈ બીજાે ક્લાયન્ટ મળે તો ફરી ઈન્ડિયા આવી તેની સાથે લગ્ન કરી લેતો હતો. ભદ્રેશ ભટ્ટના આક્ષેપ મુજબ, ર્નિમલે આવી જ રીતે એક મહિલાને અમેરિકા લઈ જવા માટે સિદ્ધપુરના વાલકેશ્વર મંદિરમાં બનાવટી લગ્ન કરી તેના માટે ખોટી એફિડેવિટ ફાઈલ કરી તેના આધારે મહિલાનો પાસપોર્ટ કઢાવી લીધો હતો, અને પછી તેની સાથે અમેરિકા જતો રહ્યો હતો.

ર્નિમલ પોતાની પત્નીને આ રીતે અમેરિકા લઈ જાય તે પહેલા જ ભદ્રેશે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. જાેકે, તે અરસામાં જ ર્નિમલ અમેરિકા ભેગો થઈ ગયો હોવાથી પોલીસ તેની સામે કોઈ કાર્યવાહી નહોતી કરી શકી. બીજી તરફ, ર્નિમલના પાસપોર્ટની વિગતો હોવાથી પોલીસ દ્વારા દેશના તમામ એરપોર્ટ્‌સ પર આ અંગે જાણ કરવામાં આવી હતી.

આખરે ગત સપ્તાહે ર્નિમલ દિલ્હી લેન્ડ થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જેની સિદ્ધપુર પોલીસને જાણ કરાતા પોલીસે તેની કસ્ટડી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers