Western Times News

Gujarati News

બાલાસિનોરના સલીયાવાડી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઇ

લુણાવાડા: મહીસાગર જિલ્લાની પ્રજાની સમસ્‍યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત બાલાસિનોર તાલુકાના સલીયાવાડી ગામે જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, મંજુરી હુકમોનુ વિતરણ અને લોક પ્રશ્નોનું હકારાત્‍મક રીતે નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.

આ રાત્રી સભામાંગ્રામજનોની અનુકુળતા મુજબ દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય ફાળવી શકતો નથી. દિવસભરની બધી જ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રિના સમયે પડતર પ્રશ્નો અને સમસ્‍યાઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે તેમ જણાવતા મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડેસલીયાવાડી ગામની રાત્રિ સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ગ્રામસભામાં વિધવા સહાય, મંજુરી હુકમોનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સલીયાવાડીના ગ્રામજનોએ, ગામના અગ્રણીશ્રીઓએ અને સરપંચશ્રીએ ગામની સમસ્યાઓને ગ્રામજનો વતી રજુઆત કરી હતી. આ રાત્રિસભામોટીસંખ્યામાંગ્રામજનોઉપસ્થિતરહી પોતાના પ્રશ્નો  રજુ કર્યાહતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.