Western Times News

Gujarati News

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર ઝઘડો

લખનઉ, વિરાટ કોહસી અને ગૌતમ ગંભીર વચ્ચેના મતભેદો લગભગ બધા જાણે જ છે. IPL ૨૦૧૩માં મેદાન પર જ આ બંને ખેલાડીઓ વચ્ચે જાેરદાર બોલાચાલી થઈ હતી. ત્યારપછીથી તેમના સંબંધોમાં ખટાશ આવતી રહે છે.

હવે લગભગ ૧૦ વર્ષ પછી ફરી એકવાર IPL ૨૦૨૩માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મોટો ઝઘડો થયો હતો. લખનઉ સુપર જાયન્ટ્‌સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે તૂ તૂ મે મે થઈ ગઈ હતી. બંને દિગ્ગજાે પહેલા દૂરથી એકબીજાને કશુંક કહી રહ્યા હતા, ત્યારપછી વિરાટ તેની પાસે ધસી આવ્યો હતો.

જાેતજાેતામાં માહોલ ઉગ્ર થઈ ગયો અને બંને ખેલાડીઓ બાખડી પડ્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્‌સના ફાસ્ટ બોલર અને વિરાટ કોહલી વચ્ચે આ મેચ દરમિયાન વિવાદ થયો હતો. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડી એકબીજા સાથે શેક હેન્ડ કરી રહ્યા હતા.

ત્યારે અફઘાનિસ્તાનના નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવ થયો હતો. વિરાટ ગુસ્સે થઈ જતા સાથી ખેલાડીઓ તેને દૂર લઈ ગયા હતા. ત્યારપછી લખનઉની ઈનિંગ દરમિયાન જ્યારે નવીન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ વિવાદ થયો હતો. વિરાટ ત્યારપછી લખનઉના કાઈલ મેયર્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. અચાનક ગંભીર આવી ગયો અને મેયર્સને બોલાવી અલગ કરી દીધા હતા. આ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો શરૂ થયો. આ સમયે બંને એકબીજાથી દૂર હતા.

બંને ટીમના ખેલાડીઓ એકબીજાને દૂરથી જ કશુંક કહી રહ્યા હતા. જાેતજાેતામાં ગંભીર અને વિરાટ એકબીજાની નજીક આવ્યા અને નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. ત્યારપછી અમિત મિશ્રા અને વિજય દહિયાની સાથે અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ આ બંને ખેલાડી વચ્ચે મામલો થાળે પાડવા માટે આવ્યા હતા. આ દરમિયાન એકબીજા સાથે ચર્ચાઓ કરીને બંને ખેલાડીઓ અલગ થઈ ગયા. આ વચ્ચે વિજય દહિયા અને વિરાટ કોહલી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. અગાઉ લખનઉ સુપર જાયન્ટ્‌સે સિઝનની ૧૫મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના ઘરઆંગણે હરાવ્યું હતું.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીએ ૨૧૨ રન બનાવ્યા હતા. લખનઉએ મેચના છેલ્લા બોલ પર ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જીત પછી લખનઉના મેન્ટર ગૌતમ ગંભીરે ઇઝ્રમ્ ફેન્સને ટ્રોલ કર્યા હતા. મેદાનની વચ્ચોવચ ઊભો રહીને તેણે પ્રેક્ષકો તરફ મોં પર આંગળી રાખીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો.

RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મેચ દરમિયાન ગૌતમ ગંભીરને તેના ઈશારાથી જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. વિરાટે ચોથી ઓવરમાં લખનઉના બેટ્‌સમેન કૃણાલ પંડ્યાનો લોંગ ઓફ પર કેચ પકડ્યો હતો. આ કેચ લીધા બાદ વિરાટ કોહલીનો ઉત્સાહ જાેવા જેવો હતો.

તેણે પહેલા સ્ટેન્ડ તરફ મૂવ કર્યું અને પછી ફ્લાઈંગ કિસ આપી હતી. ત્યારપછી વિરાટે મોં પર આંગળી મૂકીને આમ ન કરવાનો સંકેત આપ્યો. એટલે કે વિરાટ ઈશારામાં કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે શાંત ન રહો. આ પછી દર્શકો પણ ઉત્સાહિત થઈ ગયા અને અવાજ કરવા લાગ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.