છોકરીઓને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં ધડામ દઈને પડ્યો
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર લોકો અવનવા વીડિયો શેર કરતા રહે છે, પણ ઘણી વાર સ્ટંટના ચક્કરમાં લોકોને ભારે કિંમત ચુકવવી પડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવોજ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રસ્તા પર ચાલી રહેલી છોકરીઓને જાેઈને તેની સામે એક છોકરો સ્ટંટ કરવાની કોશિશ કરે છે, પણ છોકરા સાથે એવું થયું કે, તેને આખી જિંદગી યાદ રહેશે, તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.
વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે, રસ્તા પર જઈ રહેલી છોકરીઓની સામે એક છોકરો સ્ટંટ કરી રહ્યો છે, પણ આ દરમ્યાન તેનું બેલેન્સ ખોઈ બેસે છે અને તે ધડામ દઈને જમીન પર પડે છે.
નજીક જઈને જાેતા ખ્યાલ આવે છે કે, તેના હાથમાં ફૈક્ચર થઈ ગયું અને હાડકૂ તૂટી ગયુ છે. આ વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, તેના હાથના હાડકા બહાર નીકળી આવ્યા છે. વીડિયોને સચિન કૌશિક નામના યૂપી પોલીસના જવાને શેર કર્યો છે. જે બાદથી આ વીડિયો વાયરલ થયો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે, તેને તેના ફળની સજા મળી, તો અમુક કહે છે કે, દેખાડા માટે સ્ટંટ કરતા લોકોને ભારે પડે છે.SS1MS