Western Times News

Gujarati News

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્ટેશન નજીકના દબાણો દુર કરાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરમાં પાલિકાએ સ્ટેશન રોડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી દબાણ કર્તાઓને નોટિસ ફટકાર્યા બાદ સોમવારથી ત્રણ દિવસ દબાણ હટાવ મેગા ઝુંબેશ હાથધરી છે.નાના મોટા ૧૦૦ થી વધુ દબાણોનો સફાયો બોલાવી દેવાશે.તો બીજી તરફ ભરૂચમાં શક્તિનાથથી લિંક રોડ સુધીના દબાણોને દૂર કરવા બૌડાએ નોટિસો બજાવી છે.

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા ફ્લેગ માર્ચ યોજી દબાણકર્તાઓને સાવચેત કર્યા બાદ આજરોજ ત્રણ દિવસ સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ ઉપર હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. Ankleshwar Municipal Corporation removed pressure near the station

અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો ઉપર ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલ દબાણોને પગલે ઉદભવતી ટ્રાફિકની સ્થિતિને લઈ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૩૯ મી એપ્રિલના રોજ પાલિકાની ટીમો દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી.

દબાણકર્તાઓને સાવચેત કરવામાં આવ્યા હતા.જે બાદ આજથી સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ ઉપર આવેલ ગેરકાયદેસર દબાણો હટાવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.સ્ટેશન રોડ ઉપરથી પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન વડે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દુર કરવામાં આવ્યા હતા.

પ્રથમ દિવસે જ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાે કે સ્ટેશન રોડ ઉપર આઈટીઆઈની બાજુમાં આવેલ દબાણો દુર નહિ કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં પાલિકા ભેદભાવ રાખતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.ત્યારે પાલિકા તંત્રએ દબાણ હોય તો તેને કેમ હટાવવામાં નહિ આવતા હોવાની બુમો ઉઠી છે.

તો બીજી તરફ ભરૂચમાં પણ શક્તિનાથથી લિંક રોડ સુધી માર્ગની બન્ને બાજુ આડેધડ કરાયેલા દબાણોને હટાવવા બૌડા દ્વારા દબાણકર્તાઓને નોટિસો બજાવવાનો દોર શરૂ કરાયો હતો.જાે દબાણ ધારકો તેઓના દબાણ સ્વૈચ્છિક દૂર નહિ કરે તો આગામી દિવસોમાં બૌડા બુલડોઝર ફેરવશે તે નક્કી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.