Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અશનીર ગ્રોવરે લકી ડ્રો દ્વારા ૧૨ લાખની કિંમતની બાઇક જીતી હતી

મુંબઈ, શાર્ક ટેંક ફેમ અશનીર ગ્રોવર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તે આરજે અનમોલ અને અમૃતા રાવના પોડકાસ્ટ પર દેખાયો. ત્યાં તેણે પોતાની લવ લાઈફ વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. અશનીર ગ્રોવર અને માધુરી જૈને જણાવ્યું કે લગ્ન પછી તેઓ મુંબઈમાં 1BHK ફ્લેટમાં રહેતા હતા. Ashneer won a bike worth 12 lakhs through a lucky draw

દંપતીએ આ બિલ્ડીંગની મુલાકાત લીધી અને જૂની યાદો તાજી કરી હતી. માધુરીએ જણાવ્યું કે જ્યારે પતિ કામ પરથી પાછો આવતો ત્યારે તે બહારથી ટામેટાં લાવવાનું કહેતી હતી, પરંતુ હવે ત્યાં ઘણું બદલાઈ ગયું છે. પહેલા જેવું કંઈ નથી. ૧૬ વર્ષ પહેલાના પોતાના જીવનની યાદ તાજી કરતા બંનેએ જણાવ્યું કે તેઓ કામના કારણે દિલ્હીથી મુંબઈ શિફ્ટ થયા હતા.

માધુરીએ કહ્યું, અમારા ઘરે ટેબલ પણ નહોતું. અમે જમીન પર બેસીને ભોજન લેતા હતા. અમે અમારા એક મહિનાના પગારથી ફર્નિચર ખરીદ્યું હતું. એકવાર અશનીરે લકી ડ્રો દ્વારા ૧૨ લાખની કિંમતની બાઇક જીતી હતી.

આ સાથે માધુરીએ જણાવ્યું કે તેઓ ૪૮,૦૦૦ રૂપિયાના પગાર સાથે મુંબઈમાં પોતાનું જીવન જીવી રહ્યા હતા. અશનીરના પત્નીએ કહ્યું કે, ‘અમે ૧૬,૦૦૦ રૂપિયા ભાડું આપતા હતા અને બાકીના પગારમાં અમે મૂવી જાેવા જતા હતા.

એટલું જ નહીં અમે યુએસ અને કેનેડા પણ જતા હતા કારણ કે ત્યારે ડોલર ૪૦ રૂપિયા હતો. આ સિવાય બંનેએ પોતાની ખાસ પળો પણ શેર કરી હતી. અશનીરે કહ્યું, ‘કશું ખાસ નહોતું. માત્ર એક જ બાથરૂમ હતું. માધુરીએ કહ્યું કે – અમે બંને સાથે ન્હાતા હતા. એક જ બાથરૂમ હતું અને ઓફિસ જવાનો સમય પણ થઈ જતો હતો.

માધુરીએ જણાવ્યું કે જ્યારે અશનીર મુંબઈમાં હતો ત્યારે તે ખૂબ જ રોમેન્ટિક હતો. જ્યારે જન્મદિવસ જેવો કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે જ અમે એકબીજાને ભેટ આપીએ છીએ. અમે સાથે ખરીદી કરવા જતા. પરંતુ એકવાર મારા જન્મદિવસ પર અશનીર મારા માટે એક રિંગ લાવ્યો હતો અને મને તેની બિલકુલ અપેક્ષા નહોતી. દંપતીએ ખુલાસો કર્યો કે તેમની પ્રથમ પ્રેગ્નેન્સી ખૂબ જટિલ હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers