Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પદ્મિની કોલ્હાપુરી અને નીતુ કપૂરે કર્યો નાટુ નાટુ પર ડાન્સ

મુંબઈ, હિન્દી સિનેમાનાં પીઢ અભિનેત્રી નીતુ કપૂર વર્ષોથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ છે. તેઓ અવારનવાર કોઈકને કોઈક વીડિયો કે ફોટો પોસ્ટ કરતાં જ રહે છે. ત્યારે હવે તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યાં છે. Padmini Kolhapuri and Neetu Kapoor danced on Natu Natu

કારણ કે, આ વખતે હિન્દી સિનેમાનાં પીઢ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ નીતુ કપૂર સાથે નાટૂ નાટૂ ગીત પર ડાન્સ કરતા જાેવા મળી રહ્યાં છે. આ બંને અભિનેત્રીના ફેન્સને તેમનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. મહત્વનું છે કે, ફિલ્મ આરઆરઆરના નાટૂ નાટૂ ગીતને હાલમાં જ ઓસ્કર મળ્યો હતો.

જાેકે, પહેલાંથી જ આ ગીત ખૂબ જ ફેમસ છે. ત્યારે હવે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે અને નીતુ કપૂરે એકસાથે નાટૂ નાટૂ ગીત પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે, જેમાં નીતુ કપૂરની એનર્જી જાેઈને દર્શકો પણ હેરાન થઈ ગયા છે. જાેકે, નાટૂ નાટૂ ગીત પર ડાન્સ કરતા લોકો ૨ વાર વિચારે છે. ત્યાં આ બંને અભિનેત્રીઓ આ ગીતના મુવ્સ પર જાેરદાર ડાન્સ કરતાં જાેવા મળી રહી છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌનું દિલ જીતી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by padminikolhapure (@padminikolhapure)

અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ આ ડાન્સ વીડિયો તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. હાલમાં જ એસ. એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના ગીત નાટૂ નાટૂને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં અભિનેતા રામચરણ અને જૂનિયર એનટીઆરે જાેરદાર ડાન્સ સ્ટેપ કર્યા છે, જેને વિશ્વભરના ફેન્સ પસંદ કરી રહ્યા છે.

જાેકે, નીતુ કપૂર અને પદ્મિની કોલ્હાપુરેએ આવા મુશ્કેલ સ્ટેપ્સને કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેને જાેઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. આ વીડિયોને જાેઈને એવું લાગી રહ્યું છે કે, આ અભિનેત્રીઓ મિત્રો સાથે મોજ કરી રહી છે. અહીં આસપાસ બેઠેલી મહિલાઓ તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે.

નીતુ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે નાટૂ નાટૂ ગીત પર રોકાયા વગર ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સામે એક વ્યક્તિ તેમનો વીડિયો બનાવી રહ્યાં છે. આ વીડિયોમાં આમ તો બંને અભિનેત્રીઓ પોતાની પૂરી એફર્ટ લગાવી રહી છે, પરંતુ નીતુ કપૂરની એનર્જી જાેઈને લોકોના હોંશ જરૂર ઉડી ગયા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું હતું કે, વિશ્વાસ નથી થતો કે ૬૪ વર્ષની વયે આવી એનર્જી અને લુક હજી પણ કાયમ છે. જ્યારે અન્ય એકે લખ્યું હતું કે, ૨ સુંદર અભિનેત્રી એક ફ્રેમમાં.

આમ તો, નીતુ કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયોઝ પોસ્ટ કરતાં રહેતાં હોય છે. ક્યારેક પર્સનલ પાર્ટી તો ક્યારેક ટીવી રિયાલિટી શૉમાં નીતુ કપૂર ડાન્સ કરવાની તક ગુમાવતાં નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers