Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રશિયાએ યુક્રેન પર લગાવ્યો પુતિનની હત્યાનો આરોપ, કહ્યું- 2 ડ્રોન મોકલાયાં હતાં

રશિયાએ યુક્રેન પર વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ કહ્યું હતું કે 2 ડ્રોન મોકલવામાં આવ્યા હતા. એક નિવેદનમાં જણાવાયું હતું કે “ક્રેમલિનને ટાર્ગેટ બનાવી બે માનવરહિત ડ્રોન મોકલવામાં આવ્યાં હતા. આ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. તેમણે આ ઓપરેશનને “સુનિયોજિત આતંકવાદી કૃત્ય અને રશિયન ફેડરેશનના પ્રમુખના જીવન પરનો પ્રયાસ” ગણાવ્યો હતો.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ક્રેમલિન તરફ બે માનવરહિત વ્હીકલને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં… ડિવાઈઝને નિષ્ક્રિય કરવામાં આવ્યાં છે.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુતિન ઘાયલ થયા નથી અને ક્રેમલિન બિલ્ડિંગને કોઈ નુકસાન થયું નથી. હુમલો કરનારા ડ્રોનને રશિયન ઊર્જા, લોજિસ્ટિક્સ અને લશ્કરી સુવિધાઓએ તોડી પાડ્યાં હતાં. મોસ્કોએ યુક્રેનમાં એનું “સ્પેશિયલ મિલિટરી ઓપરેશન” શરૂ કર્યું ત્યારથી આ પ્રકારનો પ્રથમ કેસ છે. કિવે આવા હુમલાઓની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી. જોકે તેમણે વ્યંગ્યાત્મક ટિપ્પણીઓ કરી છે. યુક્રેન રશિયન હુમલાનો વિરોધ કરી રહ્યું છે.

પુતિનને ટાર્ગેટ કરવાના ડ્રોન પ્રયાસના સમાચાર બહાર આવતાં જ મોસ્કોના મેયરે રશિયન રાજધાની પર અનધિકૃત ડ્રોન ઉડાન પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

એક નિવેદનમાં મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે “સરકારી અધિકારીઓ” પાસેથી વિશેષ પરવાનગી મેળવવામાં ન આવે ત્યાં સુધી ડ્રોન ઉડાન પ્રતિબંધિત રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers