Western Times News

Gujarati News

ફાર્મસી કોલેજમાં ભણતી યુવતિના હત્યારા પ્રવિણ ગાવિતની ધરપકડ

આરોપી તિતિક્ષાને રિસર્ચ લેબના રૂમમાં લઈ ગયો હતો, ત્યારબાદ મોઢું અને નાક દબાવી દઈને હત્યા કરી હતી

મહેસાણા,  મહેસાણાના વડસ્મા ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
લાંઘણજ પોલીસે હત્યાના આરોપી પ્રણવ ગાવિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાને અંજામ આપનારો શખ્સ તિતિક્ષાનો સહ-અભ્યાસી અને તેના બાજુના ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. આરોપી પ્રણવ ગાવિત યુવતીને પ્રેમ સંબધ રાખવા દબાણ કરતો હતો.

આરોપી તિતિક્ષાને કોલેજની નવી બની રહેલી રિસર્ચ લેબના રૂમ નંબર-૨માં લઈ ગયો હતો. ત્યારબાદ તિતિક્ષાનું મોઢું અને નાક દબાવી દઈને હત્યા કરી હતી ત્યાર બાદ પ્રવિણ ફરાર થઈ ગયો હતો. હતો. હત્યા પહેલા વિદ્યાર્થિનીના રિસર્ચ લેબમાં જતા ઝ્રઝ્ર્‌ફનો ફોટો પણ સામે આવ્યો છે. તિતિક્ષા પટેલ સત્સંગી સાકેતધામ ઈન્સ્ટીટ્યૂટ ઇન્સ્ટીટ્યુટમાં બી-ફાર્મ સેમેસ્ટર-૬માં અભ્યાસ કરતી હતી.

તિતિક્ષાના પરિજનોનો આરોપ છે કે કોલેજના સંચાલકોએ તેમનાથી ઘટનાને છૂપાવી. એટલું જ નહીં તિતિક્ષાની માહિતી આપવામાં પણ કોલેજ સંચાલકોએ ઠાગાઠૈયા કર્યાનો આરોપ લગાવ્યો હતો. તિતિક્ષાના ભાઇનો દાવો છે કે કોલેજ સંચાલકોએ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ બતાવવામાં પણ આનાકાની કરી હતી.

તો બીજી તરફ ઘટનાને લઈ આશ્રમ ગ્રૂપ ઇન્સ્ટિટયૂટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સત્સંગી સાકેતધામ ઇન્સ્ટિટયૂટ માં વિદ્યાર્થિનીઓ નથી સુરક્ષિત વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કૉલેજમાં કેમ વ્યવસ્થા નથી વિદ્યાર્થિનીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે ઇન્સ્ટિટયૂટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી અને ઇન્સ્ટિટયૂટ પોતાની જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.