Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઓલા ઈલેક્ટ્રિકે નડિયાદમાં નવું એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કર્યું

ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા ઈલેક્ટ્રિક દ્વારા રાષ્ટ્રવ્યાપી તેની ડાયરેક્ટ- ટુજ- કન્ઝ્યુમર હાજરી વધારવા માટે તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે અનેક અન્ય શહેરો સાથે નડિયાદમાં નવું ઓલ એક્સપીરિયન્સ સેન્ટર (ઈસી) શરૂ કર્યાની ઘોષણા કરી છે. નવું શરૂ કરવામાં આવેલું ઈસી ભક્તિનગરમાં પિપલાગ રોડ પર ઓમ હાર્મની કોમ્પ્લેક્સમાં છે.

ઓલા એક્સપીરિયન્સ સેન્ટરો ખાસ ગ્રાહકોને એક છત હેઠળ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરવા માટે તૈયાર કરાયાં છે. આ સેન્ટરોને કારણે ગ્રાહકો S1 અને S1 Pro સ્કૂટરો ટેસ્ટ રાઈડ કરી શકશે અને ખરીદી પ્રક્રિયામાં નિષ્ણાતનું માર્ગદર્શન પ્રાપ્‍તકરી શકશે.

ગ્રાહકોને ઓલા એપ થકી તેમની ખરીદીને આખરી આપવા પૂર્વે ફાઈનાન્સિંગ વિકલ્પો વિશે વિગતવાર માહિતી પણ મળી શકશે. ઉપરાંત  સેન્ટરો ઓલા સ્કૂટર્સની વેચાણ પશ્ચાત સંભાળ અને જાળવણી માટે એક છત હેઠળનું સ્થળ તરીકે પણ કામ કરશે. ઓલા હવે 2,50,000 ગ્રાહકોના તેના સમુદાયની ફક્ત 20 કિલોમીટર દૂર હોઈ તેમની બધી સેવાની આવશ્યકતાઓ અને જરૂરતોને આસાન પહોંચ પૂરી પાડશે.

ઓલાએ હાલમાં જ વિવિધ રેન્જની આવશ્યકતાઓ સાથે ગ્રાહકોને પહોંચી વળવા માટે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું હોઈ કુલ છ મોડેલ હવે ઉપલબ્ધ છે.

ઓલા S1 રેન્જના દરેક વેરિયન્ટમાં સ્લીક અને મિનિમાલિસ્ટિક ડિઝાઈન સાથે અત્યાધુનિક ટેકનોલોજી અને અસમાંતર કામગીરીનો સમાવેશ થાય છે. S1 અને S1 Pro મોડેલોની અદભુત સફળતાએ ઓલાને 30 ટકાથી વધુ બજારહિસ્સા સાથે અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક બનાવી દીધી છે.

ઓલા ભારતમાં તેની પ્રત્યક્ષ સંપર્કસ્થળોમાં વિસ્તરણ કરવા માટે નોંધપાત્ર છલાંગ લગાવી રહી છે. આ ઈસીના ઉમેરા સાથે કંપની આગામી દિવસોમાં 500 સંપર્કસ્થળ સુધી પહોંચવાના માર્ગે છે. ઉપરાંત ઓલા ઈલેક્ટ્રિક 15મી ઓગસ્ટ સુધી 1000 સંપર્કસ્થળ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે અને તે સાકાર કરવા આક્રમક રીતે તેની પર કામ કરી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers