Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાવાગઢના માચી ખાતે ઘુમ્મટ ધરાશાયી થયોઃ 10 ઘાયલ

૧૦ લોકો ઘાયલ-આ બનાવની જાણ થતાં જયદ્રથસિંહ પરમાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

પાવાગઢ,  યાત્રાધામ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ છે. અહીં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહીલાનું મોત થયું છે. જ્યારે ૨ બાળકો અને ૩ મહિલાઓ સહિત ૧૦ ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ બનાવની જાણ થતાં સ્ન્છ જયદ્રથસિંહ પરમાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો Dome collapses at Machi in Pavagadh: 10 injured

પ્રાપ્ત વિગતો અનુસાર, પાવાગઢના માચી ખાતે યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી છે. ત્યારે આજે બપોરના સમયે વરસતા વરસાદથી બચવા કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. આ સમયે અચાનક ઘુમ્મટ ધરાશાયી થયો હતો.

ભારે ભરખમ પથ્થરો કેટલાક શ્રદ્ધાળુઓ પર પડ્યા હતા. આ દુર્ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને ખાનગી વાહનો તથા ૧૦૮ મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. તો ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ઈજાગ્રસ્તોમાં ૨ બાળકો અને ૩ મહિલાઓ પણ સામેલ છે. હાલ આ અંગેની જાણ થતા સ્ન્છ જયદ્રથસિંહ પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers