Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમેરિકાના અત્યાર સુધીના ૪૬ પ્રમુખોએ પોતાની સત્તાનો નહીં અમેરિકાનો વિચાર કર્યાે છે

અમેરિકાના પ્રમુખોએ અમેરિકાનું જ નહીં વૈશ્વિક લોકશાહી માટેનું નેતૃત્વ કર્યુ છે, જયારે અમેરિકાની સુપ્રિમ કોર્ટે બંધારણનું અર્થઘટન કરતા બંધારણના “આત્મા”નું રક્ષણ કર્યુ છે !! અનેક ન્યાયાધીશકૃત કાયદાનું સર્જન કર્યુ છે !!

તસ્વીર અમેરિકાના પ્રમુખ જાે. બાઈડેન અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે !! બીજી તસ્વીર અમેરિકાના પ્રમુખના નિવાસ્થાન “વ્હાઈટ હાઉસ”ની છે !! જયારે ત્રીજી તસ્વીર ડોનાલ્ડ ટ્રમ્પની સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે !! અમેરિકામાં ભારતીય મતદારો ફકત ૧ ટકો છે પરંતુ જાે બાઈડેનની સરકારે ભારતીય કુળના અમેરિકનોને અનેક પદો પર સ્થાન આપ્યું છે !! એ જાેતાં આ વખતે શ્રી નરેન્દ્રભાઈ મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દોસ્તી નિભાવે છે કે, પછી જાે. બાઈડેનની નિતિને સમર્થન કરે એ જાેવાનું રહે છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )

અમેરિકાના પ્રથમ પ્રમુખ જયોર્જ વોશિંગ્ટન !! થોમસ જેફરસન !! અબ્રાહમ લિંકન !! જાેન કેનેડી સહિત અમેરિકાના અત્યાર સુધીના ૪૬ પ્રમુખોએ અમેરિકાને વિશ્વનું નેતૃત્વ કરવા માટે પોતાની સત્તાનો નહીં અમેરિકાનો વિચાર કર્યાે છે ?!

અમેરિકાની સુપ્રિમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટીસ જાેન માર્શલથી આજદિન સુધી સુપ્રિમ કોર્ટના ૧૭ ચીફ જસ્ટીસશ્રીઓએ નેતૃત્વ કર્યુ છે અને વર્તમાન ચીફ જસ્ટીસ જાેન જી. રોબર્ટસની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે !!

અમેરિકાના રાજકીય વિશ્લેષક વિલીયમ ડગ્લસ કહે છે કે, “અમેરિકાના સ્વાતંત્ર્યના ઉદ્દઘોષણા પત્રમાં જણાવ્યું છે કે, “પરમેશ્વરે માનવીને કેટલાક હકકો આપેલા છે જેવા કે જીવવાનો અધિકાર, મુ ક્તનો હકક, સુખ પ્રાપ્તિનો હકક આ હકકોના રક્ષણ માટે માનવ સમાજમાં સરકારની રચના કરવામાં આવી છે”!!

જયારે અમેરિકાના પ્રમુખ વિડ્રો વિલ્સને કહ્યું હતું કે, “સર્વાેપરી અદાલત એ બંધારણ છે જેની બેઠક સતત ચાલુ રહે છે”!! અમેરિકા પણ એક સમયે બ્રિટનનું સંસ્થાન હતું !! અને અમેરિકાની પ્રજાને ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પોતાનો પ્રતિનિધિ નહીં હોવાથી પોતાનો સ્વાતંત્ર્યનો અધિકારી ઝુંટવાઈ જતો હોવાનું લાગ્યું અને પરિણામે

“જાે પ્રતિનિધિ નહીં તો કર નહીં” ના “કરની લડત” ના પરિણામે રાજકીય સંઘર્ષના મંડાણ થયા ૧૯૭૬ માં સેનાપતિ તરીકે જયોર્જ વોશિંગ્ટનની નિમણૂંક કરાઈ જેમના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય સેનાની રચના કરાઈ !! અને તેમે સ્વાતંત્ર્યનું ઘોષણા પત્ર જાહેર કર્યુ !! ૧૭૮૧ માં સમૂહતંત્રની કલમો નામનો દસ્તાવેજ તૈયાર થયો

જેને અમેરિકાની પ્રજાના પ્રથમ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી અમેરિકામાં અભ્યાસપૂર્ણ રીતે ૧૭૮૭ માં બંધારણ ઘડાયું અને ૧૭૮૯ માં અમેરિકાનું બંધારણ અમલમાં આવ્યું. અમેરિકાનું બંધારણ જ રાષ્ટ્રીય વફાદારીનું પ્રતિક ગણાય છે !! અમેરિકાને અમેરિકાના પ્રમુખ તરીકે જયોર્જ વોશિંગ્ટને નેતૃત્વ પુરૂ પાડયું ત્યારથી આજદિન સુધી અમેરિકાને ૪૬ પ્રમુખો મળ્યા જેમણે અમેરિકાને લોકશાહી વિચારધારાનું રક્ષણ કરવાનું બળ પુરૂ પાડયું છે !!

અમેરિકાને વૈશ્વિક લોકશાહીના રખેવાળ તરીકેનો દરજજાે અપાવી અમેરિકાને મહાસત્તા બનાવનાર અને તેનું નેતૃત્વ વિશ્વમાં પ્રસ્થાપિત કરી આજદિન સુધી ૪૬ પ્રમુખો મળ્યા છે ફકત વધારેમાં વધારે આઠ વર્ષ માટે સત્તા પર રહી શકનારા જ પ્રમુખોએ દેશમાં અને વિશ્વમાં લોકશાહી મૂલ્યો મજબુત બનાવ્યા છે !!

તેમાંથી ચાર વિશ્વ વિખ્યાત પ્રમુખોના જીવન આદર્શ શું હતો ?! અમેરિકાની આઝાદી પછીના પ્રથમ વિશ્વ વિખ્યાત પ્રમુખ જયોર્જ વોશિંગ્ટન હતાં !! તેના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય સેનાની રચના થઈ હતી તેના સેનાપતિ તરીકે જયોર્જ વોશિંગ્ટન હતાં તેમના નેતૃત્વ હેઠળ ૧૭૭૬ માં સ્વાતંત્ર્યનું ઘોષણા પત્ર જાહેર કરાયું હતું.

૧૭૮૯ માં જયોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા ત્યારે રાજકીય પક્ષો અ સ્તત્વમાં ન હતાં તથા સંદેશા વ્યવહારના સાધનો પણ વિકાસ પામ્યા નહોતા ! ત્યારબાદ મતદાર મંડળની પ્રથા અ સ્તત્વમાં આવી અને આજે એ પધ્ધતિને અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી યોજાય છે !!

જયોર્જ વોશિંગ્ટન ૩૦ એપ્રિલ, ૧૭૮૯ માં પ્રમુખ બન્યા અને માર્ચ ૧૭૯૭ માં પદ છોડયું !! જયોર્જ વોશિંગ્ટને કહ્યું હતું કે, “હું જગતના સમ્રાટ બનવા કરતાં મારા ખેતરનો માલિક બનવાનું વધુ પસંદ કરીશ”!! જયોર્જ વોશિંગ્ટને ત્યાં સુધી કહ્યું હતું કે, “આપણી પાસેથી વાણી સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવે તો આપણે એવા ઘેંટા જેવા બની થઈ જઈશું જેમને મુંગા મોઢે કતલખાને લઈ જવાતા હોય”!!

આ મહાન આદર્શ અને વિચારધારાના આધારે અમેરિકાના પ્રથમ પ્રમુખે નેતૃત્વ કર્યુ હતું !! અમેરિકાના ત્રીજા વિખ્યાત પ્રમુખ હતાં થોમસ જેફરસન !! તેમણે ૪ માર્ચ, ૧૮૦૧ માં પ્રમુખ બન્યા અને માર્ચ ૧૮૦૯ સુધી હોદ્દા પર રહ્યા !! આ મહાન પ્રમુખે અમેરિકન પ્રજાને સંદેશો આપતા કહ્યું હતું કે, “પરમેશ્વરે આપણને જીવન અને સ્વતંત્રતા સાથે જ આપ્યા છે ”

થોમસ જેફરસનનો બીજાે સંદેશો હતો “ઓછામાં ઓછું શાસન કરે તે સરકાર શ્રેષ્ઠ છે”!! તેમણે એમ પણ કહ્યું હતું કે, “સરકાર પ્રમાણિક હોવાની કળા શીખી જાય તો એને બીજી કોઈ કળા શિખવવાની જરૂર નથી”!! અને તેમણે પ્રજાને સંદેશો આપતા કહ્યું હતું કે, “લોકોનો અંકુશ હોય તે સરકાર સારી રીતે ચાલી શકે”!! આવા મહાન વિચારોનું અમલીકરણ પ્રમુખ જેફરસને કર્યુ અને અમેરિકાને મજબુત બનાવ્યું જે વિશ્વમાં લોકશાહીનું નેતૃત્વ કરે છે !!

અમેરિકાના ગાંધી અને લોકશાહી મૂલ્યોના સમર્થક અને રખેવાળ તરીકે વિશ્વના સન્માનનીય નેતા અમેરિકામાં પ્રમુખ તરીકે ૪ માર્ચ, ૧૮૬૧ માં પ્રમુખ બન્યા હતાં અને ૧૫ એપ્રિલ, ૧૮૬૫ સુધી પ્રમુખ રહ્યા તેમણે અમેરિકાના ગેરીશબર્ગમાં આપેલું પ્રવચન વિશ્વમાં “લોકશાહીની વ્યાખ્યા” બની ગયું હતું !!

અબ્રાહમ લિંકને કહેતા કે “જેવી રીતે હું “ગુલામ” બનવાનું પસંદ ન કરૂં એ રીતે “માલિક” બનવાનું પણ પસંદ ન કરૂં”!! અબ્રાહમ લિંકને રાજકીય નેતાઓને સંદેશો આપતા કહેલું કે, “બીજાના સ્વાતંત્ર્યનો ઈન્કાર કરનાર પોતે પણ સ્વતંત્રતાનો અધિકાર નથી”!!

જયારે અમેરિકન પ્રજાને સંદેશો આપતા કહેલું કે, “લડાઈ ચાલુ રહેવી જાેઈએ એકવાર હારીએ કે હજાર વાર આઝાદી ગુમાવવી ન જાેઈએ”!! અમેરિકાના માનવ જાતની એકતાના આ નકશીગારને ગોળી મારીને હત્યા કરાઈ હતી !! પરંતુ અમેરિકાને અબ્રાહમ લીંકન જેવા જ પ્રમુખ મળતા રહ્યા જેમણે અમેરિકાને વિશ્વમાં લોકશાહીનું નેતૃત્વ કરવાનું બળ પુરૂં પાડયું છે !!

અમેરિકાના પ્રમુખ જાેન એફ. કેનેડીએ અમેરિકાના ૩૫ માં પ્રમુખ હતાં તેમણે ૨૦ જાન્યુઆરી, ૧૯૬૧ ના રોજ પદ ભાર સંભાળ્યો અને ૨૨ નવેમ્બર, ૧૯૬૩ સુધી પ્રમુખ પદના હોદ્દા પર રહી અમેરિકન પ્રજાને નાગરિક સ્વાતંત્ર્ય અને માનવ જાતના સ્વાતંત્ર્યનો વિચાર કરવાનો મહાન સંદેશો આપ્યો હતો !!

જાેન કેનડીએ પંડિત જવાહરલાલ નહેરૂના મિત્ર પણ હતાં જાેન કેનેડીએ સરસ કહ્યું હતું કે, “લોકતંત્રમાં એક મતદારની અજ્ઞાનતા પણ બાકીના મતદારો માટે જાેખમી છે”!! કેનેડીએ એવું પણ કહ્યું હતું કે, “બધાં સમાન પ્રતિભાશાળી ન હોઈ શકે પણ પ્રતિભા વિકસાવવાની તક તો બધને સમાન જ હોવી જાેઈએ”!!

અને અમેરિકન પ્રજાને પણ જાેન કેનેડીએ અદ્દભુત સંદેશો આપતા કહેલું કે, “તમે મને એ ના પુછો કે અમેરિકાએ તમારા માટે શું કર્યુ ? તમે મને એ પુછો કે, તમે અને હું સમગ્ર માનવ જાતના સ્વાતંત્ર્ય માટે શું કરીશું ?”!! અને જાેન એફ. કેનેડીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, “જે દેશમાં સમાજ વિકાસ ન પામે ત્યાં ગરીબો વધુ ગરીબ બને છે અને મુઠ્ઠીભર અમીરો વધુ અમીર બને છે”!! જાેન કેનેડીની પણ અમેરિકામાં ગોળી મારી હત્યા કરાઈ હતી !!

અમેરિકામાં આ સિવાય પણ અનેક પ્રમુખો આવ્યા ને ગયા પરંતુ તેમનું લક્ષ્ય “અમેરિકન પ્રજાના હિતનું !! અમેરિકન નાગરિકોના હિતનું અને વિશ્વમાં લોકશાહી દેશનું મજબુત સંગઠન ઉભુ કરી લોકશાહી અને વ્ય ક્ત સ્વાતંત્ર્યના મૂલ્યો માટે મજબુત સેનાપતિ તરીકે ઉભા રહેવાનું રહ્યું છે”!!

અમેરિકાએ લોકશાહી રાષ્ટ્રોની સ્વતંત્રતા બચાવવા માટે પણ ભોગ આપ્યા છે !! ખાલી વ્યવસાયલક્ષી રાજનિતિ નથી રાખી આ મહત્વની બાબત છે !! અમેરિકાનું અત્યાર સુધી કુલ ૪૬ પ્રમુખોએ નેતૃત્વ કર્યુ છે !! અને અમેરિકાને આંતરીક રીતે અને બ્રાહ્ય રીતે મજબુત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે પરંતુ અમેરિકાની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ અમેરિકાને સૈધ્ધાંતિક દિશા આપવામાં પણ અગ્રેસર ભૂમિકા પ્રદાન કરી છે જેમાં અમેરિકાની સુપ્રિમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જાેન માર્શલનું નામ અગત્યનું છે !!

અમેરિકામાં સુપ્રિમ કોર્ટની રચના ૧૭૮૯ ધી જયુડીશ્યરી એકટ દ્વારા કરવામાં આવી છે અમેરિકાના પ્રથમ પ્રમુખ જયોર્જ વોશિંગ્ટનને શરૂઆતમાં ૬ ન્યાયાધીશો નિયુક્ત કરવામાં તકલીફ પડી હતી !! પરંતુ ૧૮૦૧ માં જહોન માર્શલ મુખ્ય ન્યાયાધીશ બન્યા ત્યાર પછી અમેરિકાની સુપ્રિમ કોર્ટનું મહત્વ ખૂબ જ વધી ગયું !!

અત્યારે અમેરિકાની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા નવ ની છે !! જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા આઠ ન્યાયાધીશો છે જે ન્યાયાધીશોએ દસ વર્ષે હોદ્દો સંભાળ્યો હોય તેઓ ૭૦ વર્ષની વયે નિવૃત્ત થઈ શકે છે !! એક વાર સુપ્રિમ કોર્ટના જે જજ બને છે તેમને દુર કરી શકાતા નથી !! અમેરિકામાં કાયદાનું ઘડતર કરવામાં ન્યાયાધીશોનો મુખ્ય ફાળો છે તેઓ બંધારણનું અર્થઘટન કરતા, કરતા નવો જ કાયદો રચે છે !!

અમેરિકાની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જાેન માર્શલ ૧૮૦૧ માં મુખ્ય ન્યાયાધીશ બન્યા ત્યારથી અમેરિકાની સુપ્રિમ કોર્ટનું મહત્વ અને મૂલ્ય વધી ગયું હતું. જાેન માર્શલ ૩૪ વર્ષ સુધી અમેરિકાની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહ્યા !! ૧૮૩૦ માં પ્રથમ વખત અમેરિકન સંસદ (કોંગ્રેસે) ઘડેલા કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરેલ !!

આ કેસને મારબરી વિરૂધ્ધ મેડીસનના કેસ તરીકે ઓળખાય છે !! આ કેસનો ચુકાદો આપતા અમેરિકાની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જાેન માર્શલે જણાવ્યું હતું કે, “સર્વાેપરી અદાલત કોંગ્રેસે ઘડેલા કાયદાઓને ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરવાની સત્તા ધરાવે છે”!!

ત્યારથી અમેરિકામાં “અદાલતી સમીક્ષા” ની મજબુત શરૂઆત થઈ છે !! એ વખતે ચીફ જસ્ટીસ શ્રી જાેન માર્શલે તેમજ જસ્ટીસ શ્રી એલકઝાંડર હેમિલ્ટને કહ્યું હતું કે, “અદાલતી સમીક્ષા બંધારણના આત્મા સાથે સુસંગત છે તેમજ જે રાજકીય વ્યવસ્થા સ્વીકારી છે તેના સંદર્ભમાં વિચારતા જણાય છે કે, તેના સિવાય ચાલી શકે તેમ નથી”!! જયારે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ ફેકટરે કહ્યું હતું કે, “સર્વાેપરી અદાલત એ બંધારણ છે અમેરિકાની સુપ્રિમ કોર્ટના અનેક ચુકાદાઓ ન્યાયાધીશ કૃત કાયદા તરીકે ઓળખાય છે” !!

અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં એક માહિતી મુજબ ૧૭ જેટલા મુખ્ય ન્યાયાધીશ બની ચુકયા છે !! અને અમેરિકાની સુપ્રિમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ તરીકે જાેન જી. રોબર્ટસે હોદ્દો સંભાળી રહ્યા છે તેમણે થોડા સમય અગાઉ આપેલા ચુકાદાઓ પણ રસપ્રદ રહ્યા છે !! અમેરિકાના પ્રમુખ નીકસનને દોષિત સાબિત થયેલા !! આવું અમેરિકામાં જ બની શકે !! ભારતની સુપ્રિમ કોર્ટ પણ ભારતમાં સર્વાેપરી છે સત્તા વાપરવી કે ન વાપરવી એ ન્યાયાધીશોના હાથમાં છે !!

અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીનું માર્કેટીંગ અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીશ સંભાળશે ?!!

અમેરિકાના સૌથી વધુ ઉંમર લાયક પ્રમુખ જાે. બાઈડેન ૨૦૨૪ ની ચૂંટણી લડનાર છે અને અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીશ પણ ૨૦૨૪ ની ચૂંટણી લડનાર છે !! અધુરા કામ પૂર્ણ કરવા “લોકશાહી” બચાવવા માટે તેઓ ઉમેદવારી કરનાર છે !! તેમનો ૨૦૨૪ ની ચૂંટણીનો સંદેશો છે”

દરેક પેઢી પાસે એક એવી ક્ષણ હોય છે જયારે લોકશાહી માટે લડવું પડે છે !! મૂળભૂત સ્વતંત્રતાઓ માટે લડવાની આ ક્ષણ છે !! ૨૦૨૪નું બાઈડેનનું સૂત્ર છે !! “અમે અમેરિકાના “આત્મા” ની લડાઈ લડી રહ્યા છે !! ઉપપ્રમુખ શ્રીમતી કમલા હેરીશનું વ્યુહાત્મક માર્કેટીંગ એ ડેમોક્રેટીક પક્ષને ફરી જીત અપાવશે એવો ઉત્સાહ કમલા હેરીસના ચહેરા પણ જણાઈ આવે છે !!

Copyright © All rights reserved. | Developed by Aneri Developers