Western Times News

Gujarati News

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જામીન માટે જયસુખ પટેલ કરી રહ્યા છે ધમપછાડા

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના ત્રણ આરોપીના હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા-આ કેસમાં પોલીસે ૧૦ લોકોની ધરપકડ કરી હતી. કોર્ટે આજે ૩ આરોપીઓનાં જામીન મંજૂર કર્યા હતા

મોરબી,  ગુજરાતના મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી અલ્પેશ ગોહિલ,દિલીપ ગોહિલ અને પ્રકાશ ચૌહાણના હાઇકોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. જેમાં આરોપી દુર્ઘટના અગાઉ બ્રીજના સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા હતા. જેમાં તેમને મેનેજમેન્ટ સાથે સીધા કોઈ લેવા દેવા નહીં હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

જેની સુનાવણી માટે હાઇકોર્ટે બંને આરોપીના નિયમિત જામીન મંજૂર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મોરબી બ્રિજ દુર્ઘટના કેસ મુદ્દે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જણાવ્યુ હતુ કે આ કેસને હાલ પુરતુ પૂર્ણ વિરામ આપવુ જાેઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

મોરબી કેબલ બ્રિજની નિર્માતા કંપનીએ અગાઉ વળતરની રકમ જમા કરાવી હતી અને બાકીની બેલેન્સ એમાઉન્ટ ૧૪.૬૨ કરોડ રૂપિયા આજે જમા કરાવી છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે વચગાળાના વળતર માટે ૧૪.૬૨ કરોડ રૂપિયા જમા કર્યા છે.

ઓરેવા ગૃપે પણ ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યુ હતુ કે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે કરેલા આદેશ મુજબ બ્રિજ દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર તરીકે ૧૪.૬૨ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે આ રકમ બેલેન્સ એમાઉન્ટ, વચગાળાના વળતર પેટે જમા કર્યા છે. ગત વર્ષે ૩૦ ઓક્ટોબર મોરબીમાાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા.

કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચને જાણ કરી હતી કે તેમણે પીડિતોને વચગાળાની રાહત તરીકે ચુકવવા માટે ૧૪.૬૨ કરોડની સમગ્ર રકમ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળમાં જમા કરી છે. જેમાં વળતરની સમાન રકમ બે હપ્તામાં જમા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.