Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં એ૧માં એકમાત્ર મેદાન મારનાર જૈનિલ પટેલને કોમ્પ્યુટર એન્જિનીયર બનવાની ઈચ્છા

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં ધોરણ ૧૨ સાયન્સમાં એકમાત્ર વિદ્યાર્થી એ વનમાં આવ્યો છે આ વિદ્યાર્થીને આગળ અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઈચ્છા છે માર્ચ-૨૦૨૩ ધો.૧૨ સાયન્સનું પરિણામ ખેડા જિલ્લામાં માત્ર એક જ છ૧ ગ્રેડ આવેલ છે જે વિઝન સ્કૂલ ઓફ સાયન્સ, નડીઆદમાં ભણતા વિદ્યાર્થી પટેલ જૈનિલ ઉમેશકુમારે મેળવ્યું છે .

જેમાં બોર્ડમાં ૯૯.૯૫ JEE તથા ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૧૪.૫૦ ગુણ સાથે ૯૯.૮૯ JEE મેળવેલ છે. તેમજ ત્નઈઈ મેઈનમાં દ્ગ્‌છ સ્કોર ૯૮.૧૧ JEE મેળવેલ છે. એ૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર જૈનિલ પટેલના જણાવ્યું હતું કે મારી સફળતાનું શ્રેય મારા માતા-પિતા, પરિવાર અને વિઝન સ્કૂલના તમામ ગુરુજનોને આપું છું.

મેં મારી પોતાની મહેનતની સાથે સાથે મારા માતાપિતાનો સહકાર તથા વિઝન સ્કૂલ ધ્વારા અવિરત માર્ગદર્શન અને શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિ ધ્વારા બિલકુલ બહારના ટયુશન કે કોચિંગની મદદ સિવાય સફળતા મેળવી છે શાળામાંથી જે ભણાવે તેને ઘરે આવીને રિવિઝન કરવાથી તે વસ્તુ યાદ રહ્યા છે

ચારથી પાંચ કલાકની કાયમની અભ્યાસ કરો તો સફળતા અવશ્ય મળે છે શાળામાં લેવાતા ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો ડિપ્રેશનમાં મુકાયા વગર તેને અવસર ગણી લેવું જાેઈએ જેથી આગળની પરીક્ષામાં સારા માર્ક્‌સ આવી શકે મારી આ પદ્ધતિ રહી છે વાંચવાની સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નિયમિત જોવાની પણ આદત છે

ચાલવું તેમજ અન્ય પ્રવૃતિ પણ નિયમિત કરું છું ૧૨ સાયન્સમાં આ વર્ષે આવેલા તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હું એટલું જ કહું છું કે અભ્યાસ પર ફોકસ કરશો તો અવશ્ય સફળ થશો જૈનિલના પિતા ઉમેશકુમાર રમણલાલ પટેલ હાલમાં એસ.પી. ઈન્ટેલીજન્સ,

વડોદરા ખાતે તથા માતા પ્રેમિલાબેન હાલમાં શ્રી બી.બી. પટેલ હાઈસ્કૂલ, ડભોઉ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.શાળાના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, પ્રિન્સીપાલશ્રી તથા શાળાના તમામ સ્ટાફે જૈનિલ પટેલ ની સફળતાને બિરદાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.