Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોરવા હડફ વિસ્તારમાં રાત્રે દીપડો દેખાયો

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં દીપડાઓ માનવ વસાહતમાં આવી ચડી હુમલાઓ કરતા હોવાની ઘટનાઓ હોવી સામાન્ય બની રહી છે.

ખેડૂતો ખેતરોમાં જતા એક પ્રકારનો ડર અનુભવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પણ રાત્રે દીપડો જાેવા મળ્યો હતો.મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે એક ખેતરના શેઢે આરામ ફરમાવી રહેલો દીપડો જાેવા મળ્યો હતો. ખેતરની નજીકમાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ દીપડો જાેયો હતો

અને તેને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. કાર ચાલકે કાર દીપડા સામે લઈ જતા આરામ ફરમાવી રહેલો દીપડો ઉભો થઇ જંગલ વિસ્તાર તરફ ભાગી છૂટ્યો હતો. મોરવા હડફના ડાંગરીયા વિસ્તારમાં જાેવા મળેલ આ દીપડાએ હજી કોઈને નુકશાન પહોચાડ્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ લોકોમાં એક પ્રકારનો ભય ઉભો થયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers