Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મણિપુરમાં સેના-અસમ રાઈફલ્સના ૫૫ કૉલમ તૈયાર કરવામાં આવ્યા

મણિપુર, મણિપુરમાં બે સમુદાયો વચ્ચેના સંઘર્ષે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ હિંસાને કાબૂમાં લેવા માટે અને રાજ્યમાં કાયદાનું શાસન બનાવી રાખવા માટે રાજ્યપાલે દેખતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.

મણિપુરના રાજ્યપાલે રાજ્યના ગૃહ વિભાગને દેખતા જ ગોળી મારવાના આદેશને મંજૂરી આપી દીધી છે. મણિપુરના રાજ્યપાલે દરેક જિલ્લા અધિકારી, ઉપ-વિભાગીય મેજિસ્ટ્રિેટ અને દરેક સબંધિત કાર્યકારી મેજિસ્ટ્રેટો અને વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં ગોળી મારવાના આદેશને મંજૂરી આપી દીધી છે. મણિપુરમાં બગડેલી પરિસ્થિતિ બાદ સેના અને અસમ રાઈફલ્સના ૫૫ કૉલમ તૈયાર કરવામાં આવ્યા છે.

જ્યારે ૧૩ કૉલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એક સુરક્ષા પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, ગુરુવારે સેનાના જવાનો હિંસા પ્રભાવિત વિસ્તારમાંથી ૯ હજાર લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. હજુ પણ લોકને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવી રહ્યા છે.

ઓલ ટ્રાઈબલ સ્ટૂડેંટ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા આદિવાસી એકતાજૂથ માર્ચ દરમિયાન ચુરાચાંદપુર જિલ્લાના તોરબંગ વિસ્તારમાં હિંસા ભડકી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં આંદોલનકારીઓએ ભાગ લીધો હતો. આ આંદોલનમાં આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે મારામારી થઈ હતી.

મણિપુરમાં તણાવ ભરેલી પરિસ્થિતિને કારણે ૫ દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. મણિપુરના કેટલાય જિલ્લામાં કર્ફ્‌યુ લગાવી દેવામાં આવ્યો છે અને હિંસાગ્રસ્ત વિસ્તારમાં સેના ફ્લેગ માર્ચ કરી રહી છે. હેલિકોપ્ટર અને ડ્રોનના મારફતે હિંસાગ્રસ્ત વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. સેના અને અસમ રાઈફલ્સ હિંસાગ્રસ્ત વિસ્તારમાં તૈનાત છે.

મૈતેઈ સમુદાય એસટી શ્રેણીમાં સામેલ થવા માટે લાંબા સમયથી માગ કરી રહ્યુ છે તેનો ઓલ ટ્રાઈબલ સ્ટૂડેંટસ યુનિયન ઓફ મણિપુર વિરોધ કરી રહ્યું છે. કેટલાક આદિવાસી સમૂદાય પણ આનો વિરોધ કરી રહી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers