Western Times News

Gujarati News

પ્રયાગરાજની શુઆટ્‌સ યૂનિ.માં નિમણૂંકમાં મોટી ગરબડ જોવા મળી

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની શુઆટ્‌સ યૂનિવર્સિટીમાં નિમણૂંકમાં મોટી ગરબડને લઈને સ્પેશિયલ ટાસ્ટ ફોર્સમાં ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલી ફરિયાદમાં કહેવાયુ છે કે અહીં ૧ જાન્યુઆરી, ૧૯૮૪થી ૧ જાન્યુઆરી ૨૦૧૭ની વચ્ચે થયેલી ભરતીમાં ગરબડ થઈ છે. યૂનિવર્સિટીમાં થયેલ આ ગરબડની ફરિયાદ સામાજિક કાર્યકર્તા દિવાકર નાથ ત્રિપાઠીએ કરાવી હતી. હવે તેનો રિપોર્ટ સામે આવ્યો છે.

સ્પેશિયલ ટાસ્ટ ફોર્સે તપાસમાં જાણ્યું કે, નિમણૂંકમાં ગરબડ આરોપ યોગ્ય હતો. STF સીઓ નવેંદુ કુમારે તેને લઈને નૈની પોલીસ ચોકીમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યૂનિવર્સિટીના ચાંસલર, વાઈસ ચાંસલર સહિત ૮ અન્ય લોકોના નામ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, શુઆટ્‌સ યૂનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટેંટ પ્રોફેસરની ભરતીમાં ધાંધલી કરી છે.

આ યૂનિવર્સિટીનું પુરુ નામ સૈમ હિગ્ગિનબોટ્‌સ યૂનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર, ટેકનોલોજી એન્ડ સાયન્સ છે. આ અગાઉ અલ્હાબાદ એગ્રીકલ્ચર ઈંસ્ટીટ્યૂટ કહેવાય છે. આ એક ગર્વમેંટ એડિડ યૂનિવર્સિટી છે, જે પ્રયાગરાજમાં છે.

યૂનિવર્સિટીના કૌભાંડની જાણકારી સામે આવી ચુકી છે. મીડિયા રિપોર્ટ્‌સમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર ,આ યુનિવર્સિટીના ચાંસલરના પરિવારના ૨૨ લોકોને નોકરી આપી છે. અહીં નોકરી મેળવનારામાં યૂનિવર્સિટીના ચાંસલર અને તેની પત્ની, દીકરો, તેનો ભાઈ, ભત્રીજાે સામેલ છે.

આ યૂનિવર્સિટી સૈમ હિગિનબોટમ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ સોસાયટી, ઈલાહાબાદ અંતર્ગત એક સ્વાયત ઈસાઈ અલ્પસંખ્યક સંસ્થા તરીકે ચાલે છે. શુઆટ્‌સની સ્થાપના ૧૯૧૦માં ઈલાહાબાદ એગ્રીકલ્ચર ઈંસ્ટીટ્યૂટ તરીકે થઈ હતી. તેની સાથે ડોક્ટર સૈમ હિગ્ગિનબોટમે કરી હતી.

ફરિયાદ બાદ તપાસમાં ફાઈલ થયેલી ચાર્જશીટમાં જણાવ્યું છે કે, નિમણૂંકમાં નિયમોને નજરઅંદાજ કર્યા. પોલીસે ૨ આરોપીઓ અશોક સિંહ અને સરબજીત હરબતની ધરપકડ કરી છે. કેસમાં ૭ આરોપી ફરાર છે. એકનું મોત થઈ ચુક્યું છે.

૧૯૪૨માં ઈલાહાબાદ એગ્રીકલ્ચર ઈંસ્ટીટ્યૂટ ભારતની પ્રથમ ઈંસ્ટીટ્યૂટ બની છે, જ્યાં એગ્રીકલ્ચર એન્જીનિયરીંગમાં ડિગ્રી મળતી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં ઉત્તર પ્રદેશ સ્ટેટ કેબિનેટે ઈંસ્ટીટ્યૂટને ડીમ્ડ યૂનિવર્સિટીથી ફુલ ફ્લેડ્‌ઝ યૂનિવર્સિટીનો દરજ્જાે આપવાની જાહેરાત કરી હતી. તેના માટે કેબિનેટે ૨૯ ડિસેમ્બરે ૨૦૧૬થી સુઆટ્‌સ એક્ટ કર્યો. ત્યાર બાદથી આ સંસ્થાને  SHUATS નામ આપ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.