Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અંજુમ ફકીહ માર્કેટિંગ પ્રોફેશનલ રોહિત જાધવને ડેટ કરી રહી છે

મુંબઈ, સીરિયલ ‘કુંડલી ભાગ્ય’માં સૃષ્ટિ અરોરાનો રોલ પ્લે કરી રહેલી અંજુમ ફકીહે ગત વર્ષે નવેમ્બરમાં તે કોઈને ડેટ કરી રહી હોવાનો ખુલાસો કર્યો હતો અને તે ઈન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.

આ સાથે તેણે તસવીર પણ શેર કરી હતી, જેમાં ચહેરો છુપાવી રાખ્યો હતો. થોડા દિવસ પહેલા પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી પરંતુ બોયફ્રેન્ડ વિશેની માહિતી આપતું કંઈ લખ્યું નહોતું. હવે એક ઈન્ટરવ્યૂમાં તેણે ન માત્ર પ્રેમીનું નામ જણાવ્યું છે પરંતુ તે શું કામ કરી રહ્યો છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે. આ સાથે તેમની વચ્ચે પ્રેમ ક્યારે પાંગર્યો તે શેર કર્યું છે.

અંજુમ ફકીહ માર્કેટિંગ પ્રોફેશનલ રોહિત જાધવને ડેટ કરી રહી છે. તેણે કહ્યું હતું કે ‘અમારી મુલાકાત મહામારી દરમિયાન થઈ હતી. તે એક એવો વ્યક્તિ છે, જેને વધારે આકર્ષણમાં રહેવું પસંદ નથી. મને મારા લોકો અને ફેન્સ તરફથી અટેન્શન મેળવવું ગમે છે જ્યારે તે હું જે છું તેનાથી એકદમ વિપરીત છે. મહામારી વખતે જ્યારે કુંડલી ભાગ્યની આખી ટીમ શૂટ શરૂ કરવા માટે ગોવા દઈ ત્યારે અમે સતત બે મહિના સુધી પરિવારથી દૂર હતા. તે સમયે અમે એકબીજા સાથે ચેટ, વીડિયો કોલ અને ડીએમ કરવાનું શરૂ કર્યું હતું. રોહિત ઈદ સેલિબ્રેટ કરવા એક અઠવાડિયા માટે ગોવા આવ્યો હતો અને મને સરપ્રાઈઝ આપી હતી.

સમય કેવી રીતે પસાર થઈ ગયો મને ખબર જ ન પડી. મને અહેસાસ થયો હતો કે, બે મહિનાના ડેટિંગમાં હું તેના પ્રેમમાં પડી ગઈ છું. હું મારા ફેન્સને જણાવવા માગીશ કે, મને તેના પ્રત્યે પ્રેમ થાય તે પહેલા જ તેને પ્રેમ થયો હતો’.

આ રિલેશનશિપ જીવનભરનો સાથ બની રહેશે તેવી એક્ટ્રેસને આશા છે. તેણે કહ્યું હતું કે ‘સમય જેમ-જેમ પસાર થઈ રહ્યો છે તેમ અમે વધુ એકબીજા વિશે જાણી રહ્યા છીએ. હું જેના પ્રેમમાં છું તે વિશે લોકોને બૂમો પાડીને કહેવા માગતી હતી.

પરંતુ તેમ છતાં હું તેને અટેન્શન પસંદ ન હોવાથી હું આ બધાથી દૂર રહેવા માગીશ’ માર્ચમાં રિલેશનશિપને બે વર્ષ પૂરા થતાં અંજુમ ફકીહે રોહિત સાથેની તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘જ્યારે કર્મ તેનો ભાગ ભજવે છે, જ્યારે તમે સાથે રહેવાનું નક્કી કરો છો, ત્યારે તમે તે બધું દિલથી જાણો છો કે પ્રેમ હંમેશા અને હંમેશા વધશે. જ્યારે મેં અત્યારસુધીના સફર વિશે વિચાર કર્યો ત્યારે મેં તને મારા અત્યારસુધીના ઘાને મલમ લગાવતા જાેયો છે. તારા પ્રેમ અને હૂંફાશની ઊંડાઈ મારી શકાય નહીં. હું તારી લેડી ડવ બનીશ અને તું મારી સૌથી મોટી તાકાત બનશે. આપણને બે વર્ષની શુભકામના. અહીંયા હું મારો રોહિત પ્રત્યેનો પ્રેમ રજૂ કરી રહી છું’ .SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers