Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમરેલીની સરકારી લાઈબ્રેરીમાં દૈનિક પત્રો બંધ કરાતા ભારે રોષ

પ્રતિકાત્મક

અમરેલી, અમરેલીની સરકારી લાયબ્રેરીમાં ગ્રંથપાલ દ્વારા દૈનિક પત્રો અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને સીનિયર સીટીઝનોની સુવિધા છીનવાઈગઈ છે. ગ્રંથપાલની આપખુદી નીતિ સામે સરકારમાં રજુઆત કરવામાં આવી છે.

જાહેર જનતાની વાંચનની સુવિધા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી લાયબ્રેરી ચલાવવામાં આવે છે. અમરેલીમાં આવેલીે સરકારી લાયબ્રેરીમાં સેંકડો લોકો દૈનિક પત્રો પુસ્તક, મેગેઝીન વાંચવા આવે છે.

તેમાં સીનિયર સીટીઝન અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. હાલના ઝડપી યુગમાં પણ દૈનિક પત્રોનું મહત્ત્વ અનેરૂ છે. ત્યારે અમરેલીની લાયબ્રેીમાં ગ્રંથપાલ દ્વારા અચાનક જ દૈનિક પત્રો બંધ કરી દેવાયા છે.

આ અંગે ગ્રંથપાલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ગ્રાંટના અભાવે ન્યુઝ પેપર બંધ કરી દેવામાં આવ્યા છે. દરમ્યાન વિદ્યાર્થીઓમાં અને સીનિયર સીટીઝનોએ ભારે વિરોધ સાથે જણાવ્યુ હતુ કે સરકારને ન્યુઝ પત્ર પ્ની સામાન્ય ગ્રાંટમાં પણ કેમ મુશ્કેલીપડી રહી છે મોટા મોટા તાયફા સરકારી કાર્યક્રમમાં કરોડોરૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યાં આર્થિક મુશ્કેલી પડતી નથી?

દરમ્યાન સરકારી લાયબ્રેરીમાં ન્યુઝ પેપ ફરી ચાલુક રવા નગરપાલિકાના સદ્‌સ્ય જયાબેન પ્રવીણભાઈ બારૈયા દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers