Western Times News

Gujarati News

ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને કચડી નાખ્યું

નવી દિલ્હી, બોલર્સના ઘાતક પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઈટન્સે શુક્રવારે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે નવ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. જયપુરમાં રમાયેલો મુકાબલો લો-સ્કોરિંગ રહ્યો હતો. યજમાન રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. પરંત ગુજરાતના બોલર્સ સામે તેનો ધબડકો થયો હતો. રાજસ્થાનની ટીમ પૂરી ૨૦ ઓવર પણ રમી શકી ન હતી. રાજસ્થાનની ટીમ ૧૭.૫ ઓવરમાં ૧૧૮ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી.

જેના જવાબમાં ગુજરાતની ટીમે ૧૩.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૧૯ રન નોંધાવીને આસાનથી મેચ જીતી લીધી હતી. આ વિજય સાથે ગુજરાતની ટીમે પોઈન્ટ ટેબલમાં પોતાનું નંબર વનનું સ્થાન વધારે મજબૂત કરી દીધું છે. ગુજરાતે ૧૦ મેચ રમી છે જેમાંથી સાત મેચ જીતી છે અને તેના ૧૪ પોઈન્ટ છે.

રાજસ્થાન રોયલ્સે ૧૦ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. ગુજરાત ટાઈટન્સ સામે ૧૧૯ રનનો આસાન લક્ષ્યાંક હતો જેને શુભમન ગિલ, રિદ્ધિમાન સહા અને કેપ્ટન હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગે વધારે આસાન બનાવી દીધો હતો. રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની ઓપનિંગ જાેડીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને ૯.૪ ઓવરમાં ૭૧ રનની ભાગીદારી નોંધાવી હતી.

ગિલ ૩૫ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૩૬ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સહા ૩૪ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૪૧ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. હાર્દિક પડ્યાએ ૧૫ બોલમાં ૩૯ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. રાજસ્થાન માટે એકમાત્ર વિકેટ યુઝવેન્દ્ર ચહલે ઝડપી હતી. ગુજરાતે ૧૩.૫ ઓવરમાં એક વિકેટે ૧૧૯ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.

પરંતુ ગુજરાતના બોલર્સની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. ટીમ પૂરી ૨૦ ઓવર પણ રમી શકી ન હતી. યશસ્વી જયસ્વાલ અને જાેસ બટલરની ઓપનિંગ જાેડીએ નિરાશ કર્યા હતા. જયસ્વાલ ૧૪ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે બટલર આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.

કેપ્ટન સંજૂ સેમસને ટીમ માટે સૌથી વધારે ૩૦ રનની ઈનિંગ્સ રમી હતી. દેવદત્ત પડિક્કલ ૧૨ રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમે ૬૯ રનમાં પોતાની પાંચ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન બે, રિયાન પરાગ ચાર, હેતમાયર સાત અને ધ્રુવ જુરેલ નવ રન નોંધાવીને આઉટ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.