Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નાગા ચૈતન્યએ પૂર્વ પત્નિ સમંતાને સારી મહિલા ગણાવી

મુંબઈ, સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય હાલ તેની આગામી ફિલ્મ ‘કસ્ટડી’ને લઈને ચર્ચામાં છે. જાેકે, જ્યારથી નાગા ચૈતન્યના એક્ટ્રેસ સમંતા રુથ પ્રભુ સાથે ડિવોર્સ થયા છે ત્યારથી તે પ્રોફેશનલ લાઈફ કરતાં વધુ અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ નાગા ચૈતન્યએ ઈન્ટરવ્યૂમાં પૂર્વ પત્ની સમંતા વિશે વાત કરી છે. સાથે જ પોતે જિંદગીમાં આગળ વધી ગયો હોવાનો ખુલાસો કર્યો છે.

નાગા ચૈતન્યએ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, તે અને સમંતા પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને ખૂબ ખુશ છે. “અમને અલગ થયાને બે વર્ષ થયા છે અને અમારા ઓફિશિયલ ડિવોર્સને પણ એક વર્ષ થઈ ગયું છે. કોર્ટે અમારા ડિવોર્સ મંજૂર કરી દીધા છે. અમે બંને અમારી જિંદગીમાં આગળ વધી ગયા છીએ.

મારા જીવનના એ તબક્કા માટે મને ખૂબ માન છે. સમંતાને પણ એ તબક્કા માટે માન છે એ મને ખબર છે. તેણી ખૂબ સારી વ્યક્તિ છે અને તેને જીવનની બધી જ ખુશીઓ મળવી જાેઈએ”, તેમ નાગા ચૈતન્યએ જણાવ્યું. નાગા ચૈતન્યએ ખુલાસો કર્યો કે, સમંતા અને તેના અંગે છપાતા કેટલાક અહેવાલો વાંચીને તેને દુઃખ થાય છે. તેણે કહ્યું, “જ્યારે મીડિયા અમારા અંગે ધારણો બાંધે છે ત્યારે સ્થિતિ વિચિત્ર થઈ જાય છે. તેના લીધે અમારી વચ્ચે જે આદર છે તે લોકોની નજરોમાંથી ઉતરી જાય છે.

આ જ કારણે મને ખરાબ લાગે છે. એટલું જ નહીં મીડિયા વચ્ચે કોઈ ત્રીજી જ વ્યક્તિની લઈને આવે છે. એવી વ્યક્તિ જેનો મારા ભૂતકાળ સાથે કોઈ સંબંધ નથી હોતો. આ બાબત ખૂબ જ અપમાનજનક છે. કોઈ ત્રીજી વ્યક્તિને વિના કારણે આ મુદ્દામાં ઘસેડવામાં આવે છે ત્યારે પીડા થાય છે.

નાગા ચૈતન્ય હાલ પોતાના અંગત જીવનમાં ખૂબ ખુશ છે. તેણે કહ્યું, હું ખૂબ ખૂબ ખુશ છું. જિંદગીએ મારા પ્રત્યે ઉદાર રહી છે. મારા જીવનના દરેક તબક્કામાંથી હું કંઈક ને કંઈક શીખ્યો છું. હું મારા ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન તરફ હકારાત્મકતાથી જાેઉં છું. જે કંઈપણ મળ્યું છે તેના માટે હું આભારી છું.”

ઉલ્લેખનીય છે કે, સમંતા સાથે ડિવોર્સ બાદ નાગા ચૈતન્ય એક્ટ્રેસ શોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. બંને હોલિડે પર પણ સાથે જાેવા મળી ચૂક્યા છે. જાેકે, બંનેમાંથી એકેય હાલ પોતાની રિલેશનશીપ વિશે ખુલીને બોલવા તૈયાર નથી.

જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને સમંતા રુથ પ્રભુની મુલાકાત ફિલ્મ ‘યે માયા ચેસાવે’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી. એ સમયે તેઓ જુદા-જુદા વ્યક્તિને ડેટ કરી રહ્યા હતા. ચૈતન્ય શ્રુતિ હસનને જ્યારે સમંતા સિદ્ધાર્થને ડેટ કરતી હતી. જાેકે, ૨૦૧૩માં બંને બ્રેકઅપ થયું. એ પછી ૨૦૧૩માં સમંતા અને ચૈતન્યએ વધુ એક ફિલ્મ સાથે કરી હતી અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદ ૨૦૧૭માં તેમણે ધામધૂમથી લગ્ન કર્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers