Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

તલવારબાજી કરતી જોવા મળી મિસ યુનિવર્સ સુષ્મિતા

મુંબઈ, સુષ્મિતા સેનની વેબ સિરીઝ ‘આર્યા ૩’ના ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ વેબ સિરીઝના ત્રીજા પાર્ટનું શૂટિંગ ચાલી રહ્યુ છે અને ત્યાંથી એક્ટ્રેસ સતત કોઈને કોઈ વીડિયો અને પ્રોમો ફેન્સ સાથે શેર કરી રહી છે. વળી, હવે સુષ્મિતા સેનની ‘આર્યા ૩’નો એક બીટીએસ વીડિયો શેર કર્યો છે.

વળી, હવે સુષ્મિતા સેને ‘આર્યા ૩’નો એક બીટીએસ વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ તલવારબાજી કરતી જાેવા મળી રહી છે. આ વીડિયોમાં સુષ્મિતા સેનનાં ચહેરાના એક્સપ્રેશનથી લઈને તેની તલવારબાજીની કળા જાેઈ લોકો ચોંકી ગયા છે. આર્યા ૩ના આ મ્‌જી પ્રોમોને જાેતા એવું લાગે છે કે, સુષ્મિતા સેન આ વખતે પોતાના બાળકોને અને પોતાને બચાવવા માટે તલવારબાજીનો આશરો લેશે.

પ્રોમોમાં, એક્ટ્રેસ તલવારબાજીની પ્રેક્ટિસ કરતી જાેવા મળી રહી છે. જેમાં તેની બોડીના પૉશ્ચરથી લઈને એક્સ્પ્રેશન ખૂબ જ શાનદાર છે. આ વીડિયો સુષ્મિતા સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું- ‘તમે શ્રેષ્ઠ છો સુનીલ… તમારી કલાને સલામ. આ તમારા માટે આર્યા ૩ના પ્રિપરેશન વીડિયો. સુષ્મિતા સેનને ‘આર્યા ૩’ના શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેણે થોડા દિવસો માટે શૂટિંગમાંથી બ્રેક લીધો હતો.

હાલમાં, અભિનેત્રીએ ફરીથી કમબેક કર્યુ છે અને ફરીથી આ વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કર્યું છે. જણાવી દઈએ કે, ‘આર્યા’ વેબ સિરીઝની પ્રથમ બે સીઝન સુપરહિટ રહી હતી. આ બંને સિઝનમાં સુષ્મિતા સેન પણ જબરદસ્ત એક્ટિંગ સાથે જાેરદાર એક્શન કરતી જાેવા મળી હતી. આ સિરીઝના ડિરેક્ટર રામ માધવાણી છે. તેણે પ્રથમ બે સિઝનનું નિર્દેશન કર્યું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers