Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એક વાર હાથ લગાવવા દો, કરીનાને મહિલાએ કહ્યું

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાન મુંબઈમાં ડિનર ડેટ માટે બહાર નીકળ્યા હતા. હોટેલ પર પહોંચતા જ કરીનાને રસ્તા પર એક ફેન મળ્યા જે તેના હાથને સ્પર્શ કરવા માગતા હતા. કરીનાએ તેમને પ્રેમથી ના પાડી અને ત્યાંથી ચાલી ગઈ. Bollywood actress Kareena Kapoor and Saif Ali Khan

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા પાપારાઝી વીડિયોમાં કરીના અને સૈફ તેમની કારમાં ડેટ નાઈટ માટે આવતા જાેવા મળે છે. કરીનાએ બ્લેક પેન્ટ સાથે પીળા રંગનું ટોપ પહેર્યું હતું. કારમાંથી નીચે ઉતર્યા બાદ એક ચાહકે કરીનાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કરીના છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળી હતી. તેણે હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘ધ ક્રૂ’નું શૂટિંગ શરૂ કર્યું છે. તેમાં ક્રિતિ સેનન, દલજીત દોસાંજ અને તબ્બુ પણ છે.

ઉપરાંત કરીના પાસે સુજાેય ઘોષની આગામી ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પુસ્તક પર આધારિત છે અને હંસલ મહેતાની આગામી અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.

હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાં ૨૨ વર્ષ પૂરા કરનારી બેબોનું કહેવું છે કે, તે એક્ટ્રેસ સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. તેણે કહ્યું કે, તે અગાઉ ઘણીવાર કહી ચૂકી છે કે તેણે વકીલ બનવાનો પ્રયાસ કર્યો હતો અને પાંચ દિવસ લૉ કોલેજમાં પણ ગઈ હતી. પરંતુ તે કેમેરાની સામે પોતાને ન હોવાની કલ્પના કરી શકતી નથી. તે હંમેશાં તેના બાળકો દયાળુ અને સારા બને તેમ ઈચ્છતી હોવાનું પતિ સૈફને કહેતી રહે છે. કારણ કે, આજના સમયમાં દયા લોકો ભૂલી ગયા છે.

કરીના એક્ટ્રેસ હોવાની સાથે-સાથે હોમમેકર પણ છે. બેબોએ કબૂલાત કરી કે, ઘરે દરેક વિભાગ તે જ સંભાળે છે. બાળકોની પ્લેડેટથી લઈને જમવામાં શું બનશે ત્યાં સુધી. તેને ઘર સંભાળવું ગમે છે. ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે તેને ટેબલ સાફ કરવાનું અને ટેબલને સજાવવાનું ગમે છે.

પરિવાર તરીકે પટૌડીઓને હંમેશા સાથે રહેવું ગમે છે જે કરીના કપૂરના મતે ‘અમૂલ્ય’ છે. તેણે કહ્યું કે, જ્યારે સૈફ કૂકિંગ કરતો હોય ત્યારે તેના બંને બાળકો તેને જાેવા માટે રસોડામાં આવી જાય છે. ડિઝનીલેન્ડ જવાના બદલે પરિવારને સાથે જાેવો તેના માટે કિંમતી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers