Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લો બોલો !! પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની હત્યા કરી નાંખી

વડોદરા, જેતપુર તાલુકામાં રાયપુર કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની પાછળનો આખો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. જે બાદ સ્થાનિક પોલીસે પ્રેમિકા અને નવા પ્રેમીની ધરપકડ કરી લીધી છે. The lover killed the old lover together with the new lover

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દુમાલીના ૨૭ વર્ષના નિલેશભાઈ ઈસાકભાઈનો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તા.૨૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની તપાસમાં મોટા ખુલાસા થયા છે.

નિલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા તેનું મોત ગળું દબાવીને થયું હોવાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈ પ્રકાશે અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકી આપી હોવાની વાત જણાવી હતી.જે દિશામાં તપાસ કરાતા પોલીસે બંને આરોપીઓને પકડી પાડયા છે. જયાએ અપ્પુ સોનીને ઉમરવા તારાપુર ગામની સીમમાં મળવા બોલાવ્યો હતો. અપ્પુ જયાને મળવા ત્યાં ગયો હતો. જયાં બિયર પીને બન્ને પ્રેમીઓ નશામાં ચકનાચૂર થઇ ગયા હતા.

આ દરમિયાન તેઓ વચ્ચે જૂના પ્રેમી નિલેશ અંગે પણ બોલાચાલી થઇ હતી. જે બાદ દારૂના નશામાં જયાએ નિલેશને પણ ત્યાં બોલાવ્યો હતો. જે બાદ નવો પ્રેમી અપ્પુ મંદિરમાં સંતાઇ ગયો હતો અને પછી નિલેશ અને જયાએ ફરીથી બિયર પીધો હતો. આ દરમિયાન જયાએ નિલેશને કહ્યુ હતુ કે, તું મારી સાથે લગ્ન કરવાનો હતો હવે શું થયું? જે બાદ નિલેશ પણ દારૂના નશામાં હતો જેથી તે બેફામ બોલવા લાગ્યો હતો.

આ સાંભળતા જ જયાએ અપ્પુને ત્યાં બોલાવ્યો હતો અને ગુસ્સામાં બંનેએ નિલેશનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ બંનેએ નિલેશનો મૃતદેહ કારમાં લઇ જઇને કેનાલમાં નાંખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આખો મૃતદેહ કેનાલમાં ગયો ન હતો. જે મૃતદેહની તપાસમાં બંને પ્રેમીઓનું કારસ્તાન સામે આવ્યું છે.

જેતપુરપાવીમાં શ્રેયસ ઉર્ફે અપ્પુ સોનીની જવેલર્સની દુકાન છે. ૨૦૨૧થી જયા રાઠવા અપ્પુની દુકાને કામ કરતી હતી. જેથી બન્ને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમ સંબંધો બંધાયા હતા. તેઓનો સંબંધ બે વર્ષથી ચાલતો હતો. જયા રાઠવા નિલેશને પણ પ્રેમ કરતી હતી. જાેકે, નિલેશ પરિણીત હતો. તેને એક ચાર મહિનાનું સંતાન પણ છે. નિલેશ સલૂન ચલાવતો હતો. તે જયાને લગ્ન માટે વાયદા કરતો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers