ગુજરાતમાં આગામી 5 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી

હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી કરી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે ગરમી પડી શકે છે
રાજ્યમાં ૯ મેએ યલો એલર્ટ રહેશે. તો ૧૦ અને ૧૧ મેએ ઓરેન્જ એલર્ટ જ્યારે ૧૨ તારીખે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે Forecast of yellow and orange alert for next 5 days in Gujarat
અમદાવાદ, રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીને કારણે સતત પરેશાન થઈ રહ્યાં છે. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પાસો ઉંચો જશે. રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ સાથે મોટા વાવાઝોડાની રાજ્ય પર શું અસર પડશે તેની માહિતી પણ આપી છે.
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યુ કે, રાજ્યમાં પાછલા દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. તેમણે કહ્યું કે હવે વાદળાઓ વિખેરાઈ ગયા છે. એટલે કે હવે રાજ્યમાં તાપમાન વધશે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં ૯ મેએ યલો એલર્ટ રહેશે. તો ૧૦ અને ૧૧ મેએ ઓરેન્જ એલર્ટ. જ્યારે ૧૨ તારીખે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
— India Meteorological Department (@Indiametdept) May 9, 2023
હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં મોચા વાવાઝોડાની કોઈ અસર થશે નહીં. રાજ્યમાં વાતાવરણ સૂકુ રહે તેવી સંભાવના છે. તો આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાવાઝોડાની અસર હાલ પશ્ચિમ બંગાળ પર છે. જેના કારણે રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં તાપમાન નીચું રહ્યું છે.
રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ માટે પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ રહેશે. જ્યારે ૧૦ અને ૧૨ મેએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ત્યારબાદ ૧૨ મેએ ફરી અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આગામી દિવસોમાં અમદાવાદના લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે.