Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

છૂટાછેડાની ઉજવણી માટે બંજી જમ્પિંગ કરવા ગયેલ યુવકનું દોરડું તૂટી જતા 70 ફુટ નીચે પટકાયો

નવી દિલ્હી, આજકાલ આપે એક નવા ટ્રેંડ વિશે સાંભળ્યું હશે અને જાેયું પણ હશે. ધીમે ધીમે વિદેશોમાંથી આપણા દેશમાં લગ્નની માફક છુટાછેડાને સેલિબ્રેટ કરવાનો આ ટ્રેંડ પણ આવી રહ્યો છે. લોકો એક સંબંધમાંથી બહાર નીકળ્યા બાદ દુઃખી નહીં પણ ખુશીઓ મનાવે છે. કંઈ આવું જ કરવા માટે એક શખ્સ ગયો હતો. A young man went bungee jumping fell 70 feet when his rope snapped

જાે કે તેની સાથે એવી દુર્ઘટના થઈ કે, તે જિંદગી ભર તેને ભૂલી શકશે નહીં. ૨૨ વર્ષના રાફેલ નામના આ શખ્સે પોતાની પત્નીથી છુટાછેડા લીધા બાદ તેને સેલિબ્રેટ કરવા માટે બ્યૂટી સ્પોટ નામની જગ્યાની પસંદગી કરી. અહીંથી તેણે પોતાની જિંદગીની નવી ઉડાન આપવા માટે બંજી જંમ્પિગનો ખતરનાક ખેલ પસંદ કર્યો.

જાે કે, તેને નહોતી ખબર કે આ ર્નિણય તેની જિંદગી પર કેટલો ભારે પડશે. બ્રાઝીલના રહેવાસી આ ૨૨ વર્ષિય રાફેલ દોસ સાંતોસ ટોસ્ટા સાથે ખતરનાક દુર્ઘટના થઈ હતી. તેના છુટાછેડા થયા હતા, ત્યાર બાદ તે પોતાની જિંદગીને એન્જાેય કરવા માગતો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, રાફેલે જણાવ્યું કે,તે જિંદગીમાં આવેલા આ બદલાવ બાદ ક્રેઝી પ્રવૃતિઓ કરીને ખુશ થવા માગતો હતો. આ દરમ્યાન પોતાના ૨૨માં જન્મદિવસ પર તે બંજી જમ્પિંગ માટે ગયો હતો.

૭૦ ફુટની ઊંચાઈથી નીચે કુદ્યા બાદ તેની રસી તૂટી ગઈ અને સીધો સમુદ્રમાં જઈને પડ્યો હતો. આ દુર્ઘટનામાં તેની ડોક અને કરોડરજ્જૂ તૂટી ગઈ. તેના ચહેરા અને શરીરના અલગ અલગ ભાગમાં ફ્રેક્ચર થયાં. રાફેલનું કહેવું છે કે, તેની માતા તેને ત્યાં જવાની ના પાડી રહી હતી, જાે કે, તે માન્યો નહીં. દુર્ઘટના બાદ તેની જિંદગી પહેલા જેવી રહી નથી. દુર્ઘટનાના ત્રણ મહિના વીત્યા બાદ પણ તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers