Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લાઈવ શૉમાં ફેન્સે હાથ ખેંચતાં અરિજિત સિંઘને ઇજા પહોંચી

મુંબઈ, મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં રવિવારે બોલીવુડ સિંગર અરિજિત સિંઘ લાઈવ પર્ફોર્મન્સ આપી રહ્યો હતો. તે દરમિયાન અરિજિત સિંઘ દર્શકો સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે એક ફેને તેની સાથે ગેરવર્તણૂક કરી તેનો હાથ ખેંચી લીધો હતો. આના કારણે અરિજિત સિંઘ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના પછી કોન્સર્ટને રોકી દેવામાં આવી હતી. જાેકે, આ ઈવેન્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અરિજિત ધીરજની સાથે એક ફેન સાથે વાત કરી રહ્યો છે. Arijit Singh was injured when fans pulled his hand in the live show

અરિજિત સ્ટેજ પરથી જ તેને સમજાવવા લાગે છે. આ વીડિયોમાં અરિજિત સિંઘ કહી રહ્યો છે કે, તું મને ખેંચી રહ્યો હતો. પ્લીઝ સ્ટેજ પર આવી જા. સાંભળ, હું સ્ટ્રગલ કરી રહ્યો છું, બરાબર છે? તારે આ સમજવું પડશે. ફેનના જવાબ પછી અરિજિતે કહ્યું હતું કે, તમે અહીં મજા માણવા આવ્યા છો. કોઈ તકલીફ નથી, પરંતુ હું પર્ફોર્મ નથી કરી શકતો, એટલે તમે મજા પણ નહીં માણી શકો. આ એક સામાન્ય વાત છે. તું મને ખેંચી રહ્યો છે, હવે મારા હાથ ધ્રૂજી રહ્યા છે.

શું હું જતો રહું? આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ ગેરવર્તણૂક કરનારા ફેન સામે લોકો રોષે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કમેન્ટ કરી અરિજિત સિંઘના વખાણ કર્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે, એક કલાકાર એક કલાકાર એક ફેન માટે રોકાયા વગર ૪ કલાક સુધી દિલથી પર્ફોર્મ કરે છે.

મહેરબાની કરીને તેની મજા માણો પણ સાથે સાથે વિનમ્ર પણ રહો. જાેકે, દિલ તોડી નાખી દે તેવી ઘટના છે. વધુ એક યુઝરે કમેન્ટ કરી હતી કે, એક ફેન તરીકે આ ઘટના અંગે શરમ અનુભવી રહ્યો છું. પ્લીઝ ગેટ વેલ સૂન લિજેન્ડ. રિદ્ધિ સિદ્ધિ લેન્ડમાર્કમાં આ કોન્સર્ટ થઈ હતી, જ્યાં એક ફેને અરિજિત સિંઘ સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમ છતાં અરિજિતે ગાવાનું ચાલુ જ રાખ્યું હતું. અરિજિતે અહીં લાઈવ ચન્ના મેરેયા, તુમ હી હો, ફિર લે આયા દિલ, દૂઆ અને ઝૂમે જાે પઠાન જેવા ગીતો ગાયા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers