વલસાડના જૂજવા ખાતે સમૂહલગ્નમાં ૧૫૧ યુગલો લગ્ન ગ્રંથિથી જાેડાયા

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ તાલુકાના જૂજવા ખાતે સોમવારે યોજાયેલા સમૂહ લગ્ન મા ૧૫૧ યુગલો લગ્નગ્રંથિથી જાેડાય હતા.વલસાડ તાલુકા પટેલ સમાજ અને ચંદ્ર મોલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ અને ભાનુશાલી સમાજના સયુંકત ઉપક્રમે જૂજવા ગ્રીન વુડ ખાતે સોમવારે યોજાયેલા ૭ મા સર્વ જ્ઞાતિ સમૂહ.લગ્નમા ૧૫૧ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.
નોંધનીય છે કે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી ૭૯૦ થી વધુ યુગલો સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથીથી જાેડાયા છે. પ. પૂ.સંત શ્રી હરિ દાસજી મહારાજે સમૂહ લગ્ન મા ભાગ લેનાર તમામ દંપતીઓને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી.અને આયોજકોની સરાહના કરી હતી.
વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ ભાઈ દેસાઈ એ સમૂહ લગ્નના આયોજકોની સરાહના કરી હતી.અને કન્યા દાન સૌથી મોટું દાન હોવાનુ જણાવી આ પ્રકારના સામાજિક પ્રસગ મા સહયોગ આપનાર તમામની સેવાઓને બિરદાવી હતી.
ટ્રસ્ટ પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે વર કન્યાને શેરવાની અને પાનેતર સહિત ૩૦ જેટલી ઘર વખરીની ચીજ વસ્તુઓ આપવામાં આવી છે.ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ હેઠલ મળવા પાત્ર આર્થિક લાભો ,લગ્નનું સર્ટિફિકેટ પણ અપાશે.
આશરે ૨૦ હજારથી વધુ લોકો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.સમૂહ લગ્નમાં રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા,જલ સનશોધન અને ગ્રાહક સુરક્ષા ને લગતી બાબત ના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા, સંસદીય બાબતો, પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ મંત્રી પ્રફુલ ભાઈ પાનસેરિયા,સહિત સાંસદ,ધારાસભ્યો ,જિલ્લા ભાજપ પ્રમુખ, કથા કાર પ્રફૂલ શુક્લ સહિત બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.