Western Times News

Gujarati News

મંત્રીએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા અધિકારી દોડતા થયા

કરજણ જળાશય અને પાણી-પુરવઠા યોજનાનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરો ઃ મંત્રી કુંવરજી બાવળીયા

(પ્રતિનિધિ) ભરૂચ, કરજણ – વાડી સુધીની પાઇપલાઇન યોજના અને નેત્રંગ-વાલીયા જુથ પાણી પુરવઠા યોજનાની નાંદોદ તાલુકાના ડભેરી ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલના કામનું કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં ભારે ચહલપહલ મચી જવા પામી હતી.

નાંદોદ તાલુકાના નાની ડભેરી ગામે નિર્માણાધિન ઇન્ટેકવેલ થકી પાણી પુરવઠો પપીંગ કરીને મોવી બુસ્ટીંગ પોઇટ પર લઈ જવાશે.ત્યાંથી મુખ્ય હેડ વર્કસ નેત્રંગ તાલુકાના ડેબાર ગામ પાસે બનાવી ૩૫ એમ.એલ.ડી.ના ફિલ્ટર પ્લાન્ટ મારફતે પાણી ફિલ્ટર કરીને નેત્રંગ-વાલીયા યોજનાના ત્રણ પેકેજાેમાં બનાવવામાં

આવેલા જુદા-જુદા ૧૬ સબ હેડ વર્કસ ખાતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે.સબ હેડ વર્કસ પર આવેલી ઉંચી ટાંકી મારફતે ગામો અને પરાઓમાં પાઈપલાઈન મારફતે પાણી પુરવઠો ગામના ભુગર્ભ સંપ સુધી પહોંચાડવામાં આવશે. જે પાણી પુરવઠો ગ્રા.પંચાયતો દ્વારા ગામલોકો સુધી પહોંચાડવામાં આવશે.

જે યોજનાની કામગીરી પાછળ રૂપિયા ૨૨૯ કરોડનો ખર્ચ થનાર છે.નેત્રંગ તાલુકાના ૭૬ ગામો અને ૩૭ ફળીયા વાલીયા તાલુકાના ૬૦ ગામો અને ૩૪ પરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે લાંબા સમયથી કાર્યરત કરજણથી વાડી સુધીની પાઈપલાઈન યોજનાનું પણ નિરિક્ષણ કરીને કરજણ જળાશય અને પાણી-પુરવઠા યોજનાનું કામ સમયમર્યાદામાં પુણઁ કરવાની સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.