Western Times News

Gujarati News

વસ્ત્રાપુરઃ ગાડીના કાચ તોડી ચોરી કરતી ટોળકી સક્રિય

સેટેલાઈટ અને વસ્ત્રાપુરમાં ચોરીના બે બનાવો બનતા અધિકારીઓ સતર્ક ઃ એસ.જી.હાઈવે પર વહેપારી ખરીદી કરવા ગયો અને તસ્કરે ગાડીનો કાચ તોડી કિંમતી મુદ્દામાલની ચોરી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટની ઘટનાઓ વચ્ચે હવે રાત્રિ દરમિયાન તથા જાહેર રોડ પર પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી તેમાંથી માલ સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. ચીલઝડપ કરતી ગેંગના આંતક વચ્ચે હવે આ ટોળકીઓના ત્રાસથી નાગરિકો પોતાની મહામુલી મુડી ગુમાવી રહયા છે. શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડેલા હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ જઈ રહી છે. કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે ગુનેગારો બેફામ બની ગયા છે

શહેરમાં માત્ર ટ્રાફિક નિયમન જ ફરજીયાત હોય તેવી સ્થિતિ  સર્જાઈ રહી છે અને સમગ્ર પોલીસ તંત્ર આ એક જ કાર્યમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો જાવા મળી રહયા છે. શહેરના વસ્ત્રાપુર અને સેટેલાઈટ વિસ્તારમાં બે સ્થળોએ ગાડીના કાચ તોડી ચોરીની ઘટનાઓ ઘટતા સનસનાટી મચી ગઈ છે. શહેરના આ પોશ વિસ્તારોમાં અગાઉ પણ આવી ઘટનાઓ ઘટતી હતી.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી ચોરી અને લુંટની ઘટનાઓને અંજામ આપી રહયા છે પોલીસતંત્ર પણ આ ટોળકીઓ સામે વામળુ પુરવાર થઈ રહયું છે.

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગાડીના કાચ તોડીને ચોરી કરવાની ઘટના ઘટી છે  બોપલ વિસ્તારમાં આવેલા ગાલા મારવેલમાં રહેતા ધ્રુવરાજસિંહ મહિપાલસિહ વાઘેલા નામનો રર વર્ષનો યુવાન આંગડિયા પેઢી ચલાવી રહયો છે.

ગઈકાલે સાંજના સમયે પોતાના પરિવારને લઈ એસ.જી.હાઈવે પર ખરીદી કરવા માટે ગાડી લઈને આવ્યા હતાં ૭.૩૦ વાગ્યાની આસપાસ એસ.જી.હાઈવે પર મોનડીલ પાર્ક પાસે ગાડી પાર્ક કરીને ધ્રુવરાજસિંહ પરિવારને લઈ ખરીદી કરવા ગયા હતા અંદાજે ૪પ મીનીટ બાદ તેઓ પરત પોતાની કાર પાસે ફર્યા ત્યારે ગાડીની પાછળની સીટનો કાચ તુટેલો જાવા મળ્યો હતો જેના પરિણામે તેઓ ચોંકી ઉઠયા હતાં તપાસ કરતા ગાડીમાં મુકેલુ પાકિટ તથા એક બેગ ચોરી થઈ હોવાનું જાવા મળ્યું હતું વહેપારીએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર આવી પહોચી હતી

આ ઘટનાથી આસપાસના વહેપારીઓ પણ એકત્ર થઈ ગયા હતા. એસ.જી. હાઈવે પર ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડેલા છે તેમ છતાં ચોરીની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠયા છે. ધ્રુવરાજસિંહે એફઆઈઆરમાં રૂ.૧૮ હજાર રોકડા તથા મહત્વના દસ્તાવેજા ભરેલી બેગ ચોરી થયાનું જણાવ્યું છે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાપુરમાં ચોરીની ઘટના બાદ સેટેલાઈટ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના ઘટતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટ વસ્ત્રાપુરમાં અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે. સહજાનંદ કોલેજની પાછળ આવેલી પોસ્ટ ઓફિસની બાજુમાં આ ઘટના ઘટી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતા જય દિનકર દેસાઈ નામનો યુવાન પોતાની કાર લઈને સહજાનંદ કોલેજની પાછળ આવેલા પાનના ગલ્લા પર મસાલો ખાવા આવ્યો હતો પોતાની કાર સામેની સાઈટ રસ્તા પર પાર્ક કરી હતી.

૧૦ થી ૧પ મિનીટમાં જ મસાલો ખાઈ જય દેસાઈ પોતાની કાર પાસે પહોચ્યો ત્યારે ગાડીનો કાચ તૂટેલો જાવા મળ્યો હતો જેના પરિણામે તેણે બુમાબુમ કરી મુકી હતી. જય દેસાઈની બુમાબુમથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ગાડીનો કાચ તુટેલો જાવા મળતા જ અંદર તપાસ કરતા લેપટોપ મુકેલી બેગ ચોરી થઈ ગયાનું માલુમ પડયુ હતું. આ ઉપરાંત બેગમાં થોડાક રોકડ રૂપિયા પણ હતા.

વસ્ત્રાપુર અને સેટેલાઈટ વિસ્તારમાં બે ઘટનાઓ ઘટતા અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે આ બંને ઘટનાઓમાં તપાસનીશ અધિકારીઓ દ્વારા સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને આરોપીઓ અંગેના પુરાવા મેળવી તેઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બીજીબાજુ આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.