Western Times News

Gujarati News

કૃષ્ણનગરઃ વ્યાજના વિષચક્રમા ફસાયેલા વેપારીએ ઝેર પીધું

ચેક તથા પ્રોમીસરી નોટો પરત નહી આપી વ્યાજ ખોરો એ વેપારી પર સીતમ ગુજારતા પોલીસે ૨૦ શખ્શો સામે નોધેલી ફરીયાદ

વ્યાજના ચક્રમાંથી બહાર નિકળવા ૨૦ જેટલા વ્યાજખોરો પાસે નાણાં લીધા અનેક ગણા રૂપિયા ચુકવા છતા વ્યાજખોરો દ્વારા ધમકીઓ મળી

અમદાવાદ: શહેરના એક વેપારીએ પોતાના ધંધાને વિસ્તારવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા પરતુ ધંધો વધવાને બદલે વીસ જેટલા વ્યાજખોરો તથા વેપારીઓ તેની ઉપર દબાણ કરીને પાચથી સાત ગણા રૂપિયા પડાવી લીધા હતા.

તમામ શખ્શોને રૂપિયા સમયસર ચુકવ્યા છતા વેપારીની દુકાને જઈ વ્યાજખોરો તથા અન્ય વેપારીઓ ગાલાગાળી કરીને ઉપરાંત મારી નાખવાની ધમકીઓ આપી હતી વારવાર વેપારીને પાસેથી ઉચા વ્યાજની વસુલાત ઉપરાત જાનથી મારીનાખવાની ધમકીઓ આપતા દબાણમા આવીને તેણે આપઘાતનો પ્રયાસ કરતા અનાજમા નાખવાની ગોળીઓ ખાઈ લીધી હતી જા કે પરીવારને ધટનાની જાણ થતાં બેભાન વેપારીને હોસ્પીટલે પહોચાડ્યો હતો જ્યા સારવાર બાદ વેપારીએ પોતાની આપવીતી જણાવી હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અવની એપાર્ટમેન્ટમાં ભવાની ચોક નિકોલ રોડ કૃષ્ણનગર ખાતે રહેતા યુવાન વેપારી અજય મનુભાઈ સગર જીવનવાડી શ્રેયાસ પાર્ક સોસાયટી આગળ શ્રીજી સિઝનેબલ સ્ટોર નામની દુકાન ધરાવી ફ્રુટનો ધંધો કરે છે ધંધામાં જરૂર ઉભી થતા અજયભાઈએ આશરે છ એક વર્ષ અગાઉ પ્રવીણ દાનેવ નામના વ્યક્તિ  પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જા કે નિયમિત વ્યાજ ભરવા છતા લાલચુ વ્યાજખોર પ્રવિણે તેની પાસે વધુ નાણાની માગણી કરી મારવાની ધમકીઓ આપી હતી.


ત્યારબાદ અજયભાઈએ પોતાનાં એક મિત્રને પણ વ્યાજે રૂપિયા આપ્યા હતા જા કે મિત્રએ રૂપિયા ન ભરતાં કૃષ્ણનગર ખાતે ફાઈનાન્સનો ધંધો કરતા ત્રણ શખ્શો તેની પાસે કડક ઉધરાણી કરી હતી આ રીતે અજયભાઈ એક બાદ એક વ્યાજ ખોટના ચક્કરમાં ફસાતા ગયા હતા અને તેમાથી બહાર નીકળવાને બદલે વદુને વધુ ઉડા ઉતરી ગયા હતા બીજી તરફ ધંધો તથા પીરાવરનુ ગુજરાન ચલાવવા અજયભાઈએ પોતાના ચેક આપીને વેપારી પાસેથી ઉધારી પર ફૂટ લેવાનુ શરૂ કર્યુ હતુ જા કે અજયની હાલત જાઈ વેપારીઓ પણ વધુ રૂપિયાની માંગણી તથા અન્ય ધમકીઓ આપતા લાગ્યા હતા.

અન્ય વેપારીઓ તથા વ્યાજ ખોટા વારવાર તેની દુકાને આવીને નાની બેનની હાજરીમાં જ અજયભાઈએ વિભત્સ ગાળો બોલીને ધમકીઓ આપતાં હતા.  ઉપરાંત કેટલાંક વ્યાજકોરો તેમના નામે લોન કરાવીને ગાડી છેડાવી દીધી હતી અને એક કે અજયભાઈનુ બુલેટ પણ લઈ જતા તમામ તરફથી દબાણમા આવી ગયેલા અજયભાઈ માનસિક રીતે પડી ભાગ્યા હતા અને એક દિવસમાં ઘરમા જ પડેલી અનાજની ગોળીઓ ખાઈ જીવન ડુકાવવાનું નક્કી કર્યુ હતુ.

થોડા દિવસ અગાઉ અજયભાઈ ઘરે એકલા હતા એ વખતે તેમણે ગોળીઓ ખાઈ લેતા બેભાન બની ગયા હતા જા કે એ દરમિયાન જ પરીવારને જાણ થતા અજયભાઈને તાત્કાલીક હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યા તબીબોએ તેમની સારવાર કર્યા બાદ ભાનમાં આવેલા અજયભાઈએ પોલીસ સમક્ષ પોતાની કથની કહી હતી.

વેપારી તાવ સાંભળ્યા બાદ પોલીસ પણ ચોકી ઉઠી હતી અને વ્યાજખોર તથા વેપારીઓ સહીત કુલ બાવીસ શખ્શો વિરુદ્ધ ફરીયાદ નોધી હતી ઉપરાંત પોલીસ તમામ વ્યાજખોર શખ્શોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે

આ વ્યાજખોરો નામ આ પ્રમાણે છે. (૧) પ્રવીણ દાનેવ, (૨) ખુમાનસિહ (કૃષ્ણનગર), (૩) પ્રવીણ ઉર્ફે મામુ (કૃષ્ણનગર), (૪) વિરૂભાઈ (કૃષ્ણનગર) (૫) નરેન્દ્ર પટેલ વેરા પાસે શિવપાર્ક સો, (૬) સુનીલ મનસુખ વડાવીયા (નિકોલ) (૭) મનહરસિહ જાડેજા ઉર્ફે બાપુ (સારંગ ફલેટ), (૮) અરવિંદસિહ ચાવડા (ભવાની ચેમ્બર્સ), (૯) પૃથ્વીરાજ સીહ ઝાલા (ડી માર્ટ સામે), (૧૦) મુન્નાભાઈ સીધી ઉર્ફે ર્કિતી ચાવળા (ચોખા બજાર કાલુપુર), (૧૧) રાજુ મોટી (કુજ મોલ), (૧૨) રમેશ બાપુ (૧૩) કિશોર સતાસિયા (૧૪) મનુ કાકડીયા (૧૫) હારુનભાઈ (રોયલ ફૂટ રાજકોટ) (૧૬) સુનીલ મલકાણી (દેવકૃપા) (૧૭) અમિત (૧૮) કનુ પપૈયાવાળા (૧૯) રાકેશ અગ્રવાલ એમએફ (૨૦) વિજુ ઉર્ફે બલ્લુ (સહજાનંદ ફ્રુટ) (૨૧) સોનુ અને વિજય (૨૨) રાજ આર એચ ફ્રુટ અજયભાઈએ હોસ્પીટલમાં તમમામ વ્યાજખોર તથા વેપારીઓને સાત ગણુ વ્યાજ રૂપિયા વગેરે ચૂકવી દીધા છતા પોતાના કોરા ચેકને આધારે ધમકીઓ આપવાના અને વધુ રૂપિયા ન આપે તો મારી નાખવામાં સુધીની ધમકીઓ આપવાનાં આક્ષેપો કરતા બાપુનગર પોલીસે હવે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી સત્ય હકીકત  બહાર લાવી ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.