Western Times News

Gujarati News

ગેરકાયદે બાંધકામ અને દબાણ ખસેડવા માટે બોપલનો વારો ક્યારે આવશે?

પ્રતિકાત્મક

ઓપરેશન ડિમોલિશન: જાેધપુર, ગોમતીપુર અને જમાલપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું

(એજન્સી) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં અવિરત ઓપરેશન ડિમોલિશન ચાલી રહ્યું છે. જે હેઠળ તંત્ર ગેરકાયદે બાંધકામ ઉપર હથોડા ઝીંકીને તેને જમીનદોસ્ત કરી રહ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. રિઝર્વ પ્લોટ અને ટીપી રોડ પરના ગેરકાયદે બાંધકામ હટાવીને તેને ખુલ્લા કરાઈ રહ્યા છે.

દરમિયાન ગઈકાલે એસ્ટેટ વિભાગ દ્વારા જાેધપુર, ગોમતીપુર અને જમાલપુરમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાતા ગેરકાયદે બાંધકામકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

દક્ષિણ-પશ્ચિમ ઝોનના જાેધપુર વોર્ડમાં પ્રારંભિક ટીપી સ્ક્રીમ નંબર-ર (બોપલ)માં પ્રિન્સ કોર્નરથી ગાાલ જિમખાના તરફ જતા ૧૮ મીટર ટીપી રોડ પરની કમ્પાઉન્ડ વોલ અને ઓટલા પર એસ્ટેટ વિભાગની ટીમ ત્રાટકી હતી. તંત્રએ આ તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરીને આશરે ૩૦૦ મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કર્યો હતો.

જયારે પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં ટીપી સ્કીમ નં.૧૦ (રખિયાલ) અને ટીપી સ્કીમ નં.ર૭ (અમરાઈવાડી) માં ૧૮મીટર ટીપી રોડમાંથી રોડની બંને બાજુ બંધાયેલા ઓટલાને હટાવાયા હતા. એસ્ટેટ વિભાગ દ્વારા ઓટલા દૂર કરીને આશરે ૩પ૦ મીટર ટીપી રોડ ખુલ્લો કરતા વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓએ ભારે રાહતની લાગણી અનુભવી હતી.

આ ઉપરાંત મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં પણ ટીપી રોડને ખુલ્લો કરવાની કામગીરી તંત્રે હાથ ધરી હતી. જમાલપુર વોર્ડમાં ખમાસા ચાર રસ્તાથી જગન્નાથ મંદિર સુધીમાં આવતા રથયાત્રા રૂટ પરના ટ્રાફિકને અવરજવર દબાણો જેવા કે ૧૪ ઓટલા, ૩૭ પાકા શેડ, અને ત્રણ કાચા શેડ મળીને કુલ પ૪ ગેરકાયદે બાંધકામને તોડી નાખતા આવા બાંધકામકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આમ મ્યુનિ. તંત્ર દ્વારા ગઈકાલે જાેધપુર વોર્ડમાં ૩૦૦ મીટર, ગોમતીપુર વોર્ડમાં ૩પ૦ મીટર અને જમાલપુર વોર્ડમાં ર૦૦૦ મીટર એમ કુલ ર૬પ૦ મીટર લંબાઈના ટીપી રોડને ખુલ્લો કરાતા ટ્રાફિકની અવરજવરને મોકળાશ મળી છે.
આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં તંત્રે કુલ આઠ લારી, નવ ટેબલ, પાંચ બોર્ડ, ૮૭ બેનર, બે હોર્ડિંગ્સ અને ૧ર૧ પરચુરણ માલસામાન મળીને કુલ ર૩ર માલસામાનને મ્યુનિ. હસ્તકના ગોડાઉનમાં જમા કર્યો હતો.

મધ્ય ઝોનમાં છ લારી, ૩૬ બોર્ડ- બેનર્સ તેમજ ૧૮૪ પરચૂરણ માલસામાન જપ્ત કરાયો હતો, જયારે પૂર્વ ઝોનમાં ચાર લારી, એક લોખંડનું કાઉન્ટર અને ૯૪ પરચુરણ માલસામાન જપ્ત કરાયો હતો. આ પ્રકારે પણ દબાણ દૂર કરાતા લોકોએ ભારે હાશકારો અનુભવ્યો હતો. તંત્ર દ્વારા પૂર્વ ઝોનમાં કુલ ૧૧૩ વાહનને તાળાં મારીને કુલ રૂ.૩૬,૬૦૦નો વહીવટી ચાર્જ વસુલાતા રોડ પર આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોમાં બીક પેસી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.