Western Times News

Gujarati News

અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ૧૮૦ પ્રવાસીઓ રઝળી પડ્યાં

(પ્રતિનિધી)અમદાવાદ, શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદથી દેશમાં મોટાભાગના શહેરો સાથેની સીધી ફ્લાઈટ્‌સ શરૂ કરવામાં આવી છે.

જેમાં મુંબઈ અને દિલ્હી જનારા પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા જાેવા મળતી હોય છે. પ્રવાસીઓ જ્યારે એરપોર્ટ પર પહોંચે અને બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ તેમને ખબર પડે કે તેમની ફ્લાઈ કેન્સલ કરવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક અનુભવ અમદાવાદથી દિલ્હી જતાં પ્રવાસીઓને થયો હતો. Ahmedabad Delhi indigo flight

શહેરના સરદાર પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઈટ ટેકઓફ પહેલાં જ યાંત્રિક ખામી સર્જતાં ૧૮૦ પેસેન્જર રઝળી પડ્યા હતા. હાલમાં વેકેશન હોવાને લીધે ટ્રાફિક વધુ છે, ત્યારે ફ્લાઈટમાં કેટલાક ઇન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઈટના પેસેન્જરો હોવાથી હોબાળો મચાવી દીધો હતો.

જાે કે એરલાઈને કેટલાક પેસેન્જરને બીજી ફ્લાઈટમાં વ્યવસ્થા કરી આપી હતી. અમદાવાદથી ઈન્ડિગોની દિલ્હીની ફ્લાઈટ બપોરે ૩.૪૦ વાગે ટેકઓફ થવાની હતી. દિલ્હી જતા ૧૮૦ પેસેન્જર સિક્યુરિટી બોર્ડિંગ પછી ટર્મિનલમાં ફ્લાઇટની રાહ જાેઈને બેઠા હતા ફલાઈટ નિર્ધારિત સમયે ટેકઓફ ન થતા પેસેન્જર અકળાયા હતા.

દરમ્યાન પેસેન્જરોએ એરલાઈનના ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી હોવાથી ગ્રાઉન્ડ કરાઈ છે. આમ ફ્લાઇટ ઉડાન ભરે તેવી સ્થિતિ ન હોવાથી રોષે ભરાયેલા પેસેન્જરોએ એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો હતો. તેમજ એરલાઇનના ગ્રાઉન્ડ સ્ટાફ અને પેસેન્જરો વચ્ચે શાબ્દિક પણ બોલાચાલી પણ થઈ હતી

દરમિયાનમાં આ પેસેન્જરને સાંજે ૬ વાગે અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટમાં ટ્રાન્સફર કરાયા હતા તો બીજી તરફ કેટલાક પેસેન્જરોને રિફંડ આપી ઘરે પરત મોકલાયા હતા. વેકેશનમાં ધસારાને લીધે આટલા બધા પેસેન્જરોનો અન્ય ફ્લાઈટમાં સમાવેશ કરવો મુશ્કેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.