Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જ્યારે તે ખોટું ન કરતી હોય ત્યારે સ્પષ્ટતા કરવામાં માનતી નથી: શોભિતા

મુંબઈ, નાગા ચૈતન્ય છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઈફને લઈને છવાયેલો છે. પહેલા સમંતા રુથ પ્રભુ સાથે ડિવોર્સ અને બાદમાં શોભિતા ધુલિપાલા સાથે કથિત અફેર. નાગા ચૈતન્ય અને સમંતાના ચાર વર્ષના લગ્નજીવનમાં તિરાડ પડી તે માટે કેટલાક શોભિતાને જવાબદાર ગણાવી રહ્યા છે અને તેને ‘હોમબ્રેકર’નું ટેગ પણ આપી દીધું છે.

હાલમાં જ એક્ટરે આ અંગે પ્રતિક્રિયા આપતાં જેને ભૂતકાળ સાથે કોઈ લેવા-દેવા જ નથી તેવી ત્રીજી વ્યક્તિને મુદ્દામાં ખસેડવી તે અપમાનજનક ગણાશે તેમ કહ્યું હતું. હવે ‘મેડ ઈન હેવન’ ફેમ એક્ટ્રેસનું રિએક્શન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત કરતાં શોભિતા ધુલિપાલાએ જણાવ્યું હતું કે ‘મને સુંદર ફિલ્મોમાં કામ કરવાની તક મળી તે માટે પોતાને નસીબદાર માનું છું. Naga Chaitanya alleged affair with Shobhita Dhulipala

હું ક્લાસિકલ ડાન્સર છું અને મને ડાન્સ કરવો ગમે છે. મણિરત્નમની ફિલ્મમાં એઆર રહેમાનના ત્રણ સોન્ગ પર ડાન્સ કરવો તે મારા માટે સૌથી મોટી વાત છે. હાલ હું તેના પર ફોકસ કરી રહી છું. જે લોકો જાણકારી વગર વાતો કરી રહ્યા છે તે હું જવાબ આપવાનું જરૂરી સમજતી નથી. જ્યારે હું કંઈ ખોટું ન કરી રહી હોવ ત્યારે તે વસ્તુને સ્પષ્ટ કરવા પર હું ભાર મૂકતી નથી અને તે મારું કામ પણ નથી’.

આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘અધૂરા જ્ઞાન સાથે લોકો જે લખી રહ્યા છે તેનો જવાબ આપવા અથવા સ્પષ્ટતા કરવાના બદલે દરેકે પોતાના જીવન પર ફોકસ કરવું જાેઈએ, તેને સુધારવું જાેઈએ, શાંત રહેવું જાેઈએ અને સારા વ્યક્તિ બનવાનો પ્રયાસ કરવો જાેઈએ. બીજી તરફ, નાગા ચૈતન્યએ સમંતા રુખ પ્રભુ સાથેના સેપરેશન પર જે રીતે મીડિયા કવરેજ થયું તે માટે નિરાશા વ્યક્ત કરી હતી. તેનું માનવું હતું કે, તેના સંબંધોની ત્રીજી વ્યક્તિ સાથે અટકળો લગાવવી તે ખોટું છે.

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે, લોકો તેની ફિલ્મો વિશે શું વાતો કરે છે તેની તેને પડી નથી. જાે કે, જ્યારે પરિવાર-સંબંધિત વાત આવે ત્યારે તેને ઠેસ પહોંચે છે. તેના મતે ત્રીજી વ્યક્તિને કેસમાં લાવવી ખોટી વાત છે. આ સાથે તેણે મીડિયાને લોકો સાથે છેડછાડ ન કરવાની પણ વિનંતી કરી હતી.

એક્ટરે ઉમેર્યું હતું કે, સમંતા સાથેના લગ્નજીવનમાં જે કંઈ થયું તે દુર્ભાગ્યશાળી હતું. જાે કે, જીવનના તે તબક્કા માટે તેના મનમાં ઘણું માન છે. પરસ્પર સમજૂથી કોર્ટે ડિવોર્સ મંજૂર કર્યા તેને એક વર્ષ થઈ ગયું છે અને લોકો હજી પણ હેડલાઈન માટે આ મુદ્દાને વચ્ચે લાવી રહ્યા છે. જ્યારે ત્રીજી પાર્ટીનું નામ વચ્ચે લાવવામાં આવે છે ત્યારે માત્ર તે જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યો પણ વગર કારણે પરેશાની ભોગવે છે. આ સાથે તેણે લોકો અટકળો બંધ કરશે અને મૂવ ઓન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers