Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શહેનાઝનો લુક જોઈ ફેન્સ બોલી ઉઠ્‌યા તીખી મિર્ચી

મુંબઈ, શહેનાઝ ગિલે ખૂબ જ હૉટ ડ્રેસમાં પોતાના ફોટો શેર કર્યા છે. શહેનાઝ ગિલની લેટેસ્ટ ફોટો જાેઈ નેટિઝન્સ પોતાની નજર હટાવી શકતાં નથી. શહેનાઝ ગિલે થોડા સમય પહેલા રેડ બોલ્ડ ડ્રેસમાં પોતાની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. Shehnaz Gill Latest Photoshoot

આ ફોટોમાં શહેનાઝ એટલી સિઝલિંગ અને હૉટ દેખાઈ રહી છે કે ફેન્સ તેને જાેતા જ રહી ગયાં છે. શહેનાઝ લેટેસ્ટ ફોટોમાં હાઈ સ્લિટ રેડ સૈટિન ડ્રેસ પહેરેલો જાેવા મળી રહી છે. તેણી આ હૉટ ડ્રેસમાં કેમેરા સામે ઉભી કાતિલ પોઝ આપી રહી છે. તેણી આ ડ્રેસ સાથે પોતાના હાથમાં લાલ રંગના ગ્લવ્સ પણ પહેરેલા જાેવા મળી રહી છે.

 

શહેનાઝે પોતાના રેડ હૉટ લુક સાથે બોલ્ડ મેકઅપ કરેલો છે. આ સાથે તેણીએ પોતાના વાળને વચ્ચેથી પાર્ટિશન કરીને સ્ટ્રેટ હેર લુક સાથે પોતાના લુકને પૂર્ણ કર્યો છે. શહેનાઝ ગિલે ક્યારેક જમીન પર બેસીને તો ક્યારેક સૂતા-સૂતા ખૂબ જ બોલ્ડ એક્સ્પ્રેશન આપ્યાં છે. તેણીનો દરેક લુક અને અદા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

શહેનાઝ ગિલની લેટેસ્ટ ફોટો પર નેટિઝન્સ જાેરદાર કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. કોઈ એક્ટ્રેસને તીખી મિર્ચી કહી રહ્યુ છે. તો કોઈ તેની હોટનેસના વખાણ કરી રહ્યા છે. શહેનાઝ ગિલના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્‌ર્સને બિગ બોસ સિઝન ૧૩ બાદ પોપ્યુલારિટી મળી છે.

બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા પહેલાં તેણી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. હાલ એક્ટ્રેસ હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’માં જાેવા મળી હતી. આ ફિલ્મે ઘણી કમાણી કરી છે. તેમજ, લોકોને તેમાં શહેનાઝનો રોલ પણ ખૂબ જ પસંદ આવ્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers