બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સે FY2023 માટે રૂ. 16.84 કરોડ ચોખ્ખો નફો કર્યો
રાજકોટ, ભારતમાં કૃષિક્ષેત્રે ટોચની કંપનીઓ પૈકીની એક બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડે માર્ચ, 2023માં સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે આવકો, EBITDA અને ચોખ્ખા નફામાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે.
નાણાકીય વર્ષ 2023માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 16.84 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2022ના રૂ. 10.55 કરોડની તુલનામાં વાર્ષિક 59.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીની કામગીરીમાંથી આવકો 18.9 ટકા વધીને રૂ. 227.92 કરોડ થઇ છે, જે ગત વર્ષે રૂ. 191.72 કરોડ હતી. Bombay Super Hybrid Seeds Ltd Reports Net Profit of Rs. 16.84 crore in FY23, growth of 59.6% Y-o-Y
આ સમયગાળામાં કંપનીનો EBITDA56.1 ટકા વધીને રૂ. 22.20 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 14.23 કરોડ હતો. નાણાકીય વર્ષ 2023 માટે ઇપીએસ પ્રતિ શેર રૂ. 1.61 કરોડ રહ્યો છે. માર્ચ 2023 દરમિયાન કંપનીની રિઝર્વ અને સરપ્લસ વધીને રૂ. 45.84 કરોડ થઇ છે.
વર્ષ 1983માં સ્થપાયેલી બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ કૃષિ બિયારણોની વિશાળ શ્રેણીના પ્રોસેસિંગ અને સપ્લાયમાં કાર્યરત છે. આ ઉપરાંત તે સમગ્ર ભારતમાં ડીલર-ડિસ્ટ્રિબ્યુશન ચેનલ ધરાવનાર અગ્રણી કંપની છે.
બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પિન્ટુભાઇ પટેલે કહ્યું હતું કે, કંપનીએ નાણાકીય વર્ષ 2023માં મજબૂત પરિણામો નોંધાવ્યા છે, જેમાં આવકો, ઇબીઆઇટીડીએ અને ચોખ્ખો નફો સારો રહ્યો છે. અમને અમારા હીતધારકોને જણાવતાં ગર્વ થાય છે કે કંપની લાંબાગાળાની વૃદ્ધિની રૂપરેખાની દિશામાં પ્રગતિ કરી રહી છે.
કંપની સતત મજબૂત બની રહી છે તેમજ મજબૂત સંચાલકીય અને નાણાકીય પરિણામો ડિલિવર કરતાં આવકો, માર્જીન અને નફાકારકતામાં સારી વૃદ્ધિ જાળવી છે. અમને આશા છે કે આગામી વર્ષોમાં પણ વૃદ્ધિની ગતિ જળવાઇ રહેશે.
કંપનીની નેશનલ હાઇવે 8-બી ખાતેની ત્રણ લાખ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી સુવિધા એશિયામાં માળખાકીય સુવિધાઓનું સર્વોચ્ચ સ્તર દર્શાવે છે. તેમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સીડ પ્રોસેસિંગ, 8000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું કોલ્ડ સ્ટોરેજ, હાઇ-ટેક રજીસ્ટર્ડ ઓફિસ આવેલી છે. કંપની ગુજરાતમાં 150થી વધુ પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે.
આ ઉપરાંત આગામી સમયમાં કંપની ઘણાં બિયારણો ઉપર સંશોધન કરવા જઇ રહી છે, જે સમગ્ર ભારતમાં કૃષિને નવી દિશા આપશે તથા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરશે. કંપની ભારતના અગ્રણી રાજ્યો પાસેથી સેલ્સ લાઇસન્સ પણ ધરાવે છે તથા પ્રોડક્ટ રિસર્ચ માટે થાઇલેન્ડ, ઇટલી અને દક્ષિણ કોરિયા સહિતના દેશોના ઘણાં આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સાથે જોડાણ પણ કર્યું છે.
આ ઉપરાંત તેની પ્રોડક્ટ રિસર્ચના પ્રારંભિત તબક્કામાં કંપનીએ આઇસીઆરઆઇએસએટી – હૈદરાબાદ, આઇસીએઆર – નવી દિલ્હી, આઇઆઇએચઆર – બેંગ્લોર અને જેએનકેવીવી – જબલપુર તથા દેશભરની કૃષિ યુનિવર્સિટીઝ સાથે પણ જોડાણ કર્યું છે. વિવિધ બ્રીડર્સ અને ઇનબ્રેડ લાઇન્સ દ્વારા કંપનીએ રિસર્ચમાં સંભાવનાઓ વધારી છે. સમગ્ર કામગીરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંતોની ટીમના સીધા માર્ગદર્શન હેઠળ થઇ રહી છે.