Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મ્યુનિ. શાસકોએ રોડ કામ મંજુરીમાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્રને સાર્થક કર્યું

પ્રતિકાત્મક

રોડ કામના ૧૩ ટેન્ડર એક સરખા જ ઉંચા ભાવથી મંજુર કર્યાં

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝન માટે વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે ના કામો હજી પૂર્ણ થયા નથી તેમજ મે મહિનાની ધોમધખતી ગરમીથી નાગરિકોને રક્ષણ આપવાના હિટ એકશન પ્લાનો પણ ૧૦૦ટકા પૂર્ણ થયા નથી AMC: 13 tenders for road work were approved at the same high price

તેમ છતાં આગામી ચોમાસાની સીઝન બાદ શહેરમાં કરવાના થતાં રોડ કામોના એકસાથે રૂા.૩૦૦ કરોડના ટેન્ડરને મંજુર કરવામાં આવ્યા છે. મ્યુનિ. શાસક પક્ષ દ્વારા જે રીતે ઉતાવળે અને ઉંચા ભાવથી ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે તે જાેતા શાસકોએ ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સુત્રને સાર્થક કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિ દ્વારા ગુરૂવારે રૂા.૩૦૦ કરોડના રોડ કામોને એક સાથે મંજુરી આપવામાં આવી છે જે રીતે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે તે જાેતા તેમા અધિકારીઓના બદલે શાસકો અને કોન્ટ્રાકટરોની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ થઈ રહયો છે.

શહેરના ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ, પૂર્વ-દ.ઝોન, તથા ઉત્તર ઝોન તમામ ઝોનમાં એક જ સરખા અંદાજિત કિંમત કરતા ર૬.પ૦ ટકા કરતા વધુ ભાવથી ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે તથા તમામ માનીતા કોન્ટ્રાકટરોને સત્તાધારી પાર્ટી દ્વારા સાચવવામાં આવ્યા હોય તેમ લાગી રહયું છે

કારણ કે તમામ ઝોનમાં અલગ અલગ કોન્ટ્રાકટરો હોવા છતાં તમામ ટેન્ડર એક જ સરખા ઉંચા ભાવથી આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે રોડ કામના કોઈ ટેન્ડરમાં અંદાજિત કરતા વધુ કે ઓછા ભાવ આવે ત્યારે કમિટિ ચેરમેન તરફથી એવી દલીલ થાય છે કે સ્થળ પરિસ્થિતિને અનુલક્ષીને ભાવ ભરવામાં આવે છે

અને તે મુજબ જ મંજુર થાય છે પરંતુ અહીં તમામ ઝોન અલગ હોવા છતાં સ્થળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખ્યા વિના બધા જ કોન્ટ્રાકટરોનો “સર્વાંગી વિકાસ” કરવામાં આવ્યો હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે ત્રણથી ચાર ટેન્ડર સીંગલ ટેન્ડર તરીકે પણ મંજુર કરવામાં આવ્યા છે. કરોડોની રકમના ટેન્ડર હોવા છતાં પણ આ ટેન્ડરો રી-ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી તેમજ ચોમાસા બાદ કામ કરવાનંુ હોવાથી કોઈ ઉતાવળ પણ ન હતી તેવા સંજાેગોમાં વહેલી સવારે ૧૦ વાગ્યે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિની બેઠક કરી

રૂા.૩૦૦ કરોડના રોડ કામોને મંજુરી આપી અને તેના માત્ર એક કલાક બાદ જ સ્ટેન્ડિગ કમિટિમાં તાકીદના કામોમાં રૂા.૩૦૦ કરોડના કામોને રજુ કરી તેને પણ મંજુર કરવામાં આવતા શાસક પક્ષોની દાદાગીરી કરતા વિપક્ષની નબળાઈ વધુ ચર્ચાનો વિષય બની છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers