Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પરિવાર સાથે સમય વિતાવવો તે હંમેશાં કાયાકલ્પ થવા જેવું હોય છે!

દર વર્ષે ઈન્ટરનેશનલ ફેમિલી ડે 15 મેના રોજ ઊજવવામાં આવે છે, જે પરિવારો સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સમુદાયનું મહત્ત્વ પ્રદર્શિત કરે છે. એન્ડટીવીના કલાકારો આયુધ ભાનુશાલી (કૃષ્ણા, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી ત્રિપાઠી (અંગૂરી, ભાભીજી ઘર પર હૈ) પારિવારિક સમયના મહત્ત્વને પહોંચ આપે છે અને તેમની રોજની વ્યસ્તતા વચ્ચે પણ દરેક જણ પરિવાર માટે કઈ રીતે સમય સમર્પિત કરે છે તે વિશે વાત કરે છે.

દૂસરી માનો કૃષ્ણા ઉર્ફે આયુધ ભાનુશાલી કહે છે, “હું સંયુક્ત પરિવારમાં રહું છું. હું મારા શો દૂસરી મા માટે જયપુરમાં હવાથી મારા ઘરના મજેદાર વાતાવરણની મને ખોટ નિશ્ચિત જ સાલે છે.

મને ફુરસદ મળે ત્યારે હું મુંબઈમાં મારા ઘરે જઈને તેમની સાથે સમય વિતાવું છું. દરેકની વ્યસ્તતા વચ્ચે હું ઘરે હોઉં ત્યારે તેઓ આખો દિવસ મારી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવે છે. અમે એકત્ર ભોજન કરીએ છીએ અને દિવસમાં શું બન્યું તે વિશે એકબીજાને કહીએ છીએ. અમે ટૂંકું વેકેશન લઈએ છીએ અને ઘણી બધી વિશેષ યાદો બનાવીએ છીએ.”

હપ્પુ કી ઉલટન પલટનનો દરોગા હપ્પુ સિંહ ઉર્ફે યોગેશ ત્રિપાઠી કહે છે, “ખાદ્ય મારા વાર્તાલાપનું સ્ટાર્ટર છે અને મારી પત્ની સાથે ભોજન કરવા જેવી બીજી કોઈ મજા નથી. સદનસીબે મારી પત્ની પણ એવી જ છે.

અમને લાંબી ડ્રાઈવ માણીએ છીએ અને નવાં નવાં સ્થળે ખાવા જઈએ છીએ. હું શૂટિંગમાં વ્યસ્ત હોઉં ત્યારે મારી પત્ની મારા વીકએન્ડની યોજનાઓ ઘડી કાઢે છે. આ ટૂંકો હવાફેર અમારા વ્યસ્ત જીવનમાંથી બ્રેક આપે છે, જેમાં અર્થપૂર્ણ વાર્તાલાપ થાય છે અને મજેદાર યાદો નિર્માણ થાય છે!”

ભાભીજી ઘર  પર હૈની અંગૂરી ભાભી ઉર્ફે શુભાંગી અત્રે કહે છે, “તમારી પુત્રી સાથે સમય વિતાવવો તે હંમેશાં મનોરંજક હોય છે. ખાસ કરીને તે ટીનેજર હોય ત્યારે વધુ મજા આવે છે. અમારાં હિત સમાન છે, જેમાં ફિલ્મ, સંગીત, ફેશન વગેરેનો સમાવેશ થાય છે.

અમે તે વિશે ચર્ચા કરીએ છીએ. આથી હું હંમેશાં ડિનર ટાઈમ સુધી મારું શૂટનું શિડ્યુલ સમેટી લઉં છું, જેથી પુત્રી સાથે સમય વિતાવી શકું અને તેના દિવસ વિશે જાણી શકું. તેની સાથે વાત કરવાથી અને તેની વાર્તા સાંભળવાથી મારો કાયાકલ્પ થાય છે. તેના મૂડને આધારે અમારા ડિનર ટાઈમમાં વાર્તાલાપમાં કોલેજની ગોસિપથી લઈને કરન્ટ અફેર્સ સુધીની બાબતોનો સમાવેશ હોય છે. “

Copyright © All rights reserved. | Developed by Aneri Developers