Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા માફિયાઓએ પોતાની એપ બનાવી

અમદાવાદ, ક્રિકેટ મેચ કે ચૂંટણીના પરિણામ પર સટ્ટો લગાવવા માટે મોબાઈલ ફોન પર કોલ કરવો એ જૂની વાત બની ગઈ છે. જુગારને હવે આધુનિક બનાવતા, સટ્ટાબાજીની અંડરવર્લ્ડ સમર્પિત એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ અને સ્થાનિક રીતે હોસ્ટ કરેલી વેબસાઇટ્‌સ વિકસાવવા માટે કુશળ કોડર્સની પસંદગી કરવામાં આવે છે. જે વિવિધ પ્લેટફોર્મ્સ પર અપ્રતિબંધિત સટ્ટાબાજીને શરૂ કરે છે. ડબ્બા ટ્રેડિંગ ઓપરેટરોએ તેમની કસ્ટમાઇઝ્‌ડ એપ્સ બનાવીને એક પગલું આગળ વધાર્યું છે. Mafias created their app to bet on cricket matches

ત્યારપછી આ એપ્લિકેશનો કે વેબસાઈટોને ઓપન કરી લોકોના ટ્રેડિંગ માટે સુરક્ષિત રાખવા ટેલિગ્રામ ચેનલો પર શેર કરે છે. સાયબર ક્રાઇમ અધિકારીઓ જણાવે છે કે હવે ડિજિટલ યુગમાં આ પ્રમાણે સટ્ટાબાજી થવા લાગી છે. જેના પર રોક લગાડવા માટે પોલીસ સતત તૈયારીઓ કરી રહી છે.

રાજ્યમાં આ ગેરકાયદેસર એન્ટરપ્રાઇઝના ભયજનક સ્કેલને ઓળખીને એક વર્ષમાં ગુજરાત CIDએ લોકલ પ્રોગ્રામરો દ્વારા બનાવવામાં આવેલી ૯૦ વેબસાઇટ્‌સ અને એપ્લિકેશન્સની ઓળખ કરી દીધી છે. વિભાગે તાત્કાલિક ગૃહ મંત્રાલયને સૂચના આપી કે આ મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે નિર્ણાયક કાનૂની પગલાં લેવા જરૂરી છે.

ગુજરાતમાં સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ ચલાવતા સ્થાનિક પંટરો દુબઈ સ્થિત તેમના માસ્ટર્સના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે, સીઆઈડીના અધિકારીએ વધુમાં કહ્યું કે UAEમાં ગેમ્બલિંગ વેબસાઈટ અને સટ્ટાબાજી માટે લિગલ પરમિશન મળી ગઈ છે. જેથી કરીને માફિયાઓ આનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતમાં આ અંગે હજુ વધારે કડક કાર્યવાહી થઈ રહી નથી, તેનો ફાયદો ઉઠાવી અહીં સાયબર ક્રાઈમ વધી રહ્યા છે. તથા ઓનલાઈન લોકલ બેટિંગ એપ્લિકેશન દ્વારા સટ્ટાબાજીનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ પ્રમાણે માફિયાઓ પોતાના નેટવર્કને ચલાવવા માટે તથા તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે.

વળી આ સટ્ટાબાજી માફિયાઓ અને ક્રિકેટ બુકીઓ સ્થાનિક સોફ્ટવેર ડેવલપર્સ, ગ્રાફિક ડિઝાઇનર્સ અને વેબ ડેવલપર્સને હાયર કરે છે. તેઓને તેમની એપ્સ અને વેબસાઇટ બનાવવા માટે રૂ. ૫,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધીની સામાન્ય રકમ ચૂકવે છે. અન્ય એક વરિષ્ઠ CID અધિકારીએ જણાવ્યું હતું કે, સટ્ટાબાજીની ગેમ્સ અંગે કાયદાકિય અસ્પષ્ટતા રહેલી છે.

તેવામાં હવે આ માફિયાઓ માટે મોટી તક રજૂ થઈ ચૂકી છે. ગુજરાત અને રાજસ્થાન કોર્ટમાં તો અમુક ક્રિકેટ ફેન્ટસી લીગને સ્કિલ બેઝ્‌ડ ગેમ તરીકે માન્યતા આપી દેવામાં આવી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે પણ આ ર્નિણયને સમર્થન આપ્યું હતું. તેવામાં હવે ફેન્ટસી ગેમિંગ અને અન્ય એપ્લિકેશન્સ પર ઘણી કાયદાકિય અસ્પષ્ટતાઓ રહેલી છે.

જેથી કરીને આ માફિયાઓ આવા લૂપ હોલ્સનો ફાયદો ઉઠાવી સટ્ટાબાજી કરતા નજરે પડે છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવ્યું કે હવે સ્કિલબેઝ્‌ડ ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશનને સટ્ટાબાજીની એપ્લિકેશનથી કેવી રીતે અલગ પાડી શકાય એ મોટો પ્રશ્ન છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers