Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લો બોલો !! નાની અમથી વાતમાં વહુએ સાસુનું કાંડું કાપી નાખ્યું

અમદાવાદ, સાસુ-વહુ વચ્ચે કામકાજ કે પછી કોઈ વાતમાં બોલાચાલી થાય તે સામાન્ય છે. પરંતુ ઘણીવાર નાની વાતમાં શરૂ થયેલો ઝઘડો હિંસક રૂપ ધારણ કરી લે છે. The son-in-law cut the mother-in-law’s wrist

શહેરના ગોતા વિસ્તારમાં હાલમાં આવી જ ઘટના બની હતી, જ્યાં ૪૦ વર્ષીય મહિલાએ ઘરેલું ઝઘડામાં કથિત રીતે છરી વડે સાસુનું કાંડું કાપી નાખ્યું હતું અને તેની સામે ફરિયાદ નોંધાયા બાદ તે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં પણ જબરદસ્ત હંગામો મચાવ્યો હતો, ત્યાં તેણે ડેસ્કટોપ કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડ્યું હતું.

ઉર્મિલા શર્મા, જેમની ઉંમર ૭૨ વર્ષ છે અને ગોતામાં આવેલી સિલ્વર ગાર્ડિનિયા સોસાયટીમાં રહે થે, તેમણે સોલા પોલીસ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે સવારે તેમની વહુ ચારુ શર્માએ તેમની પાસે ભોજન માગ્યું હતું. તે મારા રૂમમાં ઘૂસી આવી હતી અને મને ગુસ્સામાં કહ્યું હતું કે, તે છેલ્લા ચાર દિવસથી ભૂખી છે અને તેને હમણા જ જમવાનું જાેઈએ છે. મેં તેને કહ્યું કે, મેં ભોજન બનાવ્યું છે અને રસોડામાં મૂક્યું છે, તેથી તેણે જાતે જઈને લઈ લેવું જાેઈએ.

આ વાત તેને ગમી નહોતી અને તેણે મારા પર હુમલો કર્યો હતો’, તેમ ઉર્મિલાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે તેમાં ઉમેરાયું કે, ચારુ બાદમાં રસોડામાં ગઈ હતી અને છરી લઈને ઉર્મિલાના રૂમમાં ઘૂસી હતી અને તેમનું ડાબા હાથનું કાંડું કાપી નાખ્યું હતું.

ઉર્મિલાએ તેમના દીકરા દીપક અને પૌત્ર ચિરાગને ફોન કર્યો હતો, તેઓ તરત જ ઘરે દોડી આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સોલા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

સોલા પોલીસની ટીમે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે મહિલા એએસઆઈ, કાજલ ગોરધન ઉર્મિલાની ફરિયાદ નોંધી રહ્યા હતા, ત્યારે ચારુએ તેની ફરિયાદ ન નોંધવા માટે પોલીસને ઠપકો આપવાનું શરૂ કર્યું હતું. કાજલે જણાવ્યું હતું કે, ચારુએ તેના ફોન પર પોલીસની પ્રક્રિયા રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું.

જ્યારે તેમણે ચારુને રેકોર્ડિંગ બંધ કરવા કહ્યું ત્યારે તેણે ગુસ્સામાં ડેસ્કટોર, સીપીયુ અને કીબોર્ડને જમીન પર પછાડ્યું હતું. ચારુ સામે ગંભીર ઈજા પહોંચાડવા, પોલીસની ફરજમાં અડચણરૂપ બનવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલનો કેસ નોંધવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા છોટા ઉદેપુરમાં આવી ઘટના બની હતી, જ્યાં કાકી સાસુ સાથે રહેતી ભત્રીજા વહુએ તેમને વળગણ હોવાની અંધશ્રદ્ધા રાખી મોતને ઘાટ ઉતાર્યા હતા. કાકી સાસુ પાણી ભરતા હતા તે સમયે વહુએ તેમના પર હથિયારથી હુમલો કર્યો હતો અને બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા.

આટલાથી ન અટકતાં તેણે તેમના માથા, છાતી અને ગળાના ભાગ પર પણ ઘા માર્યા હતા. જે બાદ તેમને ૨૦ ફૂટ દૂર લઈ ગઈ હતી અને કરપીણ હત્યા કરી હતી. આ અંગે જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને વહુની ધરપકડ કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers