Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દાંતિવાડા પાસે ટ્રકમાંથી રૂા.રર લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

પ્રતિકાત્મક

પાલનપુર, ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર પાસ-પરમીટે ભારતીય બનાવટનો નંગ૬૦૦૦ કિ. રૂા.રર,૮૬,૦૦૦( તથા કન્ટેનર નં.જીજે૦૧ સીટી ૮૦૬ર, કિ. રૂા.૧૦,૦૦,૦૦૦ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂા.૩ર,૮૮,ર૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને એલસીબી પોલનપુર બનાસકાંઠા એ ઝડપી લીધો હતો.

જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભૂજ તેમજ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજે જીલ્લામાં દારૂ/ જૂગારની પ્રવૃત્તિ નાબૂદ થાય તે અંગે.ે અમલવારી કરવા સુચના કરતાં એસ.ડી.ધોબી પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી.ભટ્ટ તથા સ્ટાફના માણસો સાથ્ેે ડીસા વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર રાજસ્થાન તરફથ વાયા પાથાવાડા થઈ અમદાવાદ તરફ જનાર છે.

જે હકીકતને આધારે કુપાવાડા ત્રણ રસ્તા તેમજ કુચાવાડાથી દાંતિવાડા તરફ જતાં રસ્તા પર નાકાબંધી દરમ્યાનમાં કન્ટેનર રાજસ્થાન, પાંથાવાડા તરફથી આવતા કન્ટેનરને રોકી ચાલકનું નામ-સરનામું પૂછતા તેણે અશોકકુમાર ધર્મારામ (રહે. સોલારીયા), તા.સેડવા, જી.બાડમેર) રાજસ્થાન) હોવાનું જણાવ્યુ હતુ .

જેના કબજાનું કન્ટનર ખોલી જતાં કન્ટેનરમાંથી વગર પાસ-પરમીટે ભારતીય બનવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ ૬૦૦૦ કિંમત રૂા.રર,૮૬,૦૦૦ તથા કન્ટેનર કિંમત રૂા.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂા.૩ર,૮૮,ર૦૦ના મુદ્દામાલ મળી આવેલ કન્ટેનરના ચાલક અશોકકુમાર ધર્મારામ દેવાસીને તથા

દારૂ ભરી આપનાર સોહન એંકલ નામનેો ઈસમ તથા ગુનામાં સંડોવાયેલા ટ્રકના માલિક તેમજ દારૂ મંગાવનાર ઈસમ (રહે.રાજકોટવાળા )ની વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers