Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બાવનકાંઠા ચેનવા રાવત સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા)  હિંમતનગર તાલુકાના વક્તાપુર ખાતે બાવનકાંઠા ચેનવા રાવત સમાજ ટ્રસ્ટ સાબરકાંઠા ધ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ સંત શિરોમણી બેચર સ્વામીની અસીમ કૃપા થકી સમગ્ર આયોજન થતા આ સમૂહલગ્નોત્સવમાં ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયાં હતાં.

આ સમૂહલગ્નોત્સવ અવસર ઉપસ્થિત તમામ નામી અનામી મોંઘેરા મહેમાનો તમામ.દાતાઓ સર્વે રાવત સમાજ ના તમામ ભાઈઓ બહેનો – વડીલ આશીર્વાદથી નિવિઘ્ન સુંદર રીતે સંપન્ન થતા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

સમાજનો સહયોગ મળ્યો છે તેના થકીજ ભગીરથ કામ થયું હોવાનું જણાવી બાવન કાંઠા ચેનવા- રાવત સમાજ ટ્રસ્ટ વકતાપૂર સાબરકાંઠા દ્વારા આભાર દર્શન કરાયું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers