Western Times News

Gujarati News

હજ યાત્રિકોને થતાં અન્યાય દૂર કરવા ખેડા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લાના વિવિધ સંસ્થા તેમજ મુસ્લિમ અગ્રણીઓએ આજે દેશના વડાપ્રધાનને સંબોધને લખેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું જેમાં ગુજરાત થી હજ્જ યાત્રાએ જઈ રહેલા યાત્રીઓ પાસેથી લેવામાં આવતી રકમની અસમાનતા દૂર કરવામાં આવે

તેમજ ગો- ફર્સ્ટ એયરલાઇન્સને બદલે સાઉદી એયરલાઇન્સ અથવા વિસ્તારા એયરલાઇન્સ હજ્જ યાત્રા માટે નક્કી કરવામાં આવે. તેમજ ૨૧૦૦ સાઉદી રીયાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓને આપવા માગણી કરી છે

ખેડા જિલ્લા જમિયતે ઉલમાં હિન્દ તેમજ,મુસ્લિમ અગણીઓ એ આ આપેલા અવેદનપત્રમાં જણાવ્યું છે કે હજ્જયાત્રા માટે ગુજરાતમાંથી લકી ડ્રો દ્વારા હાજીઓની પસંદગી કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે જે પોલિસી બનાવવામાં આવી છે તે સંપૂર્ણપણે ગરીબ વિરોધી અને હાજીઓને તકલીફ પહોંચાડનારી છે.

કારણ કે વર્ષ ૨૦૨૩ ની પોલિસીમાં ગયા વર્ષ સુધી જે હાજીઓ હજ પઢવા જતાં હતા તેમને તેમના દ્વારા ભરવામાં આવેલી રકમમાંથી હજકમિટી ઓફ ઈન્ડિયા તરફથી ૨૧૦૦ સાઉદી રીયાલ જેદ્દાહ અથવા મદીના શરીફમાં ચૂકવવામાં આવતા હતા

જેથી તેઓ હજ દરમ્યાન ખાવા-પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકતા હતા પરંતુ આ વર્ષે ૨૧૦૦ સાઉદી રીયાલ ચૂકવવાનું બંધ રાખવામા આવેલ છે. જે ગરીબ વિરોધી અને હાજીઓને તકલીફ પહોંચાડનારું છે. આ ૨૧૦૦ સાઉદી રીયાલ નહીં આપવાથી આ વખતનું વર્ષ ૨૦૨૩ હજ્જ યાત્રામાં ૧૧૫% થી વધુ રકમનો વધારો કરવામાં આવેલ છે જે ખરેખર અસહ્ય આર્થિક બોજાે છે.

આ સાથે વધુમાં જણાવવાનું કે વર્ષ-૨૦૨૩ માં હજ્જયાત્રા માટે ભારતદેશમાંથી જનાર હજયાત્રીઓ સાથે રાજયવાર ખૂબ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અન્ય રાજ્યના એરપોર્ટ થી ઓછું અંતર હોવા છ્‌તાં ગુજરાત રાજ્ય માંથી હજ્જ યાત્રાએ જઇ રહેલ હાજીઓ પાસેથી અંદાજે ૬૮૦૦૦ થી ૭૦૦૦૦ રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. જે ખૂબ જ અન્યાયી અને ભેદભાવપૂર્ણ છે.

હજ્જકમિટી ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ, નાગપુર, ઈન્દોર, ભોપાલ. શ્રીનગર, રાંચી, ગુવાહાટી, વિજયવાડા, ઓરંગાબાદ અને ગયા ઇમ્બારેકશન પોઈન્ટ ( એરપોર્ટ) ઉપરથી હજ્જ યાત્રા માટે જવા માટે ગો ફર્સ્ટ એરલાઇન્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને ગો ફર્સ્ટ એરલાઇન્સએ અઠવાડીયા પહેલા પોતાની જાતે દ્ગઝ્રન્‌ માં નાદારી જાહેર કરવા માટે અરજી આપી છે.

અને કહ્યું છે કે આ કંપની ઉપર કરોડનું દેવું છે . જેથી એ કંપની પોતાનું વિમાન ઉડાવી નહીં શકે અને જાે હજ્જ કમિટી તેમની સાથે કરેલ કરાર મુજબ આગળ વધે તો ઉપરોક્ત ઇમ્બારેકશન પોઈન્ટ ( એરપોર્ટ) ઉપરથી હજ્જ યાત્રાએ જતાં હાજીઓ હજ્જ યાત્રાએ નહીં જઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.