Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિદેશી દારૂનું કટીંગ કરતા બે ઇસમની ધરપકડ, અન્ય 10 ફરાર

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) અમદાવાદ રેન્જ આઇ.જી.પી વી.ચંન્દ્રસેકર તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા જીલ્લામાં અસામાજીક બદીઓ નેસ્તનાબુદ કરવા અને પ્રોહિબિશન-જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી કાયદેસર કાર્યવાહી કરવાની આપેલ સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ

ઇન્સ્પેક્ટર એમ.જે.બારોટ ન્ઝ્રમ્ ટીમની બાતમી આધારે ગત તા.૧૩-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રે લીંબાસી વિસ્તારના ભલાડા ગામ હરીસિધ્ધપુરા ખાતેથી એક ઇગ્લીશ દારૂ ભરેલ કન્ટેનર આરોપીના રહેણાંક ઘરના આંગણા ખાતે વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.

સદરી જગ્યાએથી (૧) વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઇ પરમાર રહે.હરીસિધ્ધપુરા, જી.ખેડા (૨) ગોવિંદભાઇ દાનાજી પ્રજાપતી રહે.ગામ વાવોલ તા.જી.ગાંધીનગર નાઓને ઝડપી પાડી વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ- ૭૧૪૦ મળી કુલ રૂ.૨૧,૪૯,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ કેસમાં પકડાયેલ આરોપી (૧) વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઈ પરમાર રહે.હરીસિધ્ધપુરા,ગામ ભલાડા તા.માતર જી.ખેડા (૨) ગોવિંદભાઇ દાનાજી પ્રજાપતી રહે.ગામ વાવોલ તા.જી.ગાંધીનગર નાઓની સધન પુછપરછ દરમ્યાન પ્રોહી મુદ્દામાલનો જથ્થો મોકલી આપનાર (૧) કન્ટેનરનો ચાલક (૨)કન્ટેનરનો કન્ડક્ટર (૩) દિનેશભાઇ ઉર્ફે ગોપાલ વદાજી પ્રજાપતી રહે.સિધ્ધાત રેસીડન્સી ગામ વાવોલ

તા.જી.ગાંધીનગર (૪) દિનેશ ઉર્ફે ગોપાલના માસીના દિકરા રમેશભાઇ પ્રજાપતી રહે.શ્રીનગર સોસાયટી સેક્ટર ૨૪ ગાંધીનગર (૫) ભગવાનલાલ રમણલાલ ડાંગી રહે.ઝંખેલા ખેમલી તા.માવલી જી.ઉદેપુર (રાજસ્થાન) તેમજ પ્રોહી મુદ્દામાલ મંગાવનાર

(૧) રમેશભાઇ મનહરભાઈ શર્મા રહે.બાટવા પ્રાથમીક શાળા પાસે તા.સોજીત્રા જી.આણંદ (૨) અજીત ઉર્ફે દુધી રમેશભાઇ પરમાર રહે.ગામ ભલાડા તા.માતર જી.ખેડા (૩) રાજુભાઇ ઉર્ફે દુપલી પુનમભાઇ ઉર્ફે ઓથાભાઇ પરમાર રહે.ભલાડા તા.માતર જી.ખેડા (૪) અનીશ ઉર્ફે ગઠો દીલીપભાઇ વ્હોરા રહે.તારાપુર પંચાયત પાછળ મોચી ફળીયુ તા.તારાપુર જી.આણંદ

(૫) જયેશભાઇ ઉર્ફે જલીયો ભુપતભાઇ સોલંકી રહે.સીજીવાડા તા.માતર જી.ખેડા નાઓની ગુનામાં સંડોવણી જણાતા આ આરોપીઓને પકડવા એલ.સી.બી.ની ટીમો કામે લગાડેલ છે. ગુનાના કામે વિવિધ મુદા સબબ આરોપીઓના રીમાન્ડ મેળવવા એલ.સી.બી.કાર્યવાહી કરી રહેલ છે. ઉપરોકત સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ લીંબાસી પો.સ્ટે.માં પ્રોહીની કલમો લગાડી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers