Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હવે માત્ર ફોટો માટે થઈ રહ્યા છે લગ્ન: વિવેક અગ્નિહોત્રી

મુંબઈ, પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ગઈકાલે સગાઈ કરી લીધી. પ્રિયંકા ચોપડા, મનીષ મલ્હોત્રા અને અરવિંદ કેજરીવાલ જેવા પરિવારના સભ્યો અને નજીકના લોકોની ઉપસ્થિતિમાં આ કપલે ગઈકાલે દિલ્હીમાં સગાઈ કરી.

આ એક દુર્લભ સંયોગ છે કે, વિવેક અગ્નિહોત્રીએ લગભગ આ સમયે જ લગ્ન વિશે એક ટિ્‌વટ કરી હતી. નેટિજન્સને લાગી રહ્યું છે કે, આ એક કાટક્ષ છે અને ત્યારબાદ તેમને ટ્રોલ થયા હતા. દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા સેલિબ્રિટી કપલોએ પ્રાઈવેટ વેડિંગ્સના ચલણને વધાર્યું છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા લોકો ખૂબ ધૂમધામથી ભારતીય રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા. જેમાં કરણ જૌહર, મનીષ મલ્હોત્રા, જૂહી ચાવલા અને શાહિદ કપૂર જેવા નજીકના મિત્રો પહોંચ્યા હતા. પરંતુ ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને લાગે છે કે, આજકાલના લગ્નો માત્ર ફોટોગ્રાફી માટે જ થાય છે. લોકોને એવુ પણ લાગી રહ્યું છે કે, વિવેક અગ્નિહોત્રીએ આ ટિ્‌વટ કરીને પરિણીતિ-રાઘવ સહિતના બોલિવુડ સેલિબ્રીટી પર આ કટાક્ષ કર્યો છે.

જ્યારે કેટલાક લોકોએ વિવેકની આ વાત પર તેને સમર્થન પણ આપ્યુ હતુ. વિવેક અગ્નિહોત્રીએ ગઈકાલ રાતે ટિ્‌વટ કર્યુ હતુ.જેમાં તેમણએ લખ્યુ હતુ કે, મને એક વેડિંગ પ્લાનરે કહ્યુ હતુ કે, ‘લોકો માત્ર લગ્નની તસવીરો, વીડિયો અને દેખાવ માટે અને ‘ડેસ્ટિનેશન વેડિંગ’નું ટેગ મેળવવા માટે લગ્ન કરી રહ્યા છે.

આ સાચું છે, હું ડેસ્ટિનેશન વેડિંગમાં હતો અને કોઈએ કહ્યું કે વેડિંગ ફોટોગ્રાફરને મોડું થઈ રહ્યું હતું અને કન્યા બેહોશ થઈ ગઈ. નેટીઝન્સને ખાતરી છે કે વિવેક અગ્નિહોત્રીએ કદાચ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પર કટાક્ષ કર્યો હતો, જેમણે ગઈકાલે દિલ્હીમાં તેમની ભવ્ય સગાઈની પાર્ટી આપી હતી.

એક યુઝરે ટિપ્પણી કરી, ‘સંપૂર્ણ રીતે સંમત છું, આ વિરાટ અનુષ્કાના લગ્ન પછી તરત જ શરૂ થયું હતું, પરંતુ તેમના લગ્ન સ્વાભાવિક, પ્રામાણિક અને સંસ્કારી લગ્ન હતા, કોઈ દેખાડો ન હતો. પરંતુ હવે તેઓ માત્ર સોશિયલ મીડિયા માટે નકલી ક્ષણો કેપ્ચર કરવા માંગે છે.

સામાન્ય લોકો તેમના જ જેવુ કરવા માંગે છે, જે વધુ ખરાબ છે. એકે કહ્યું, ‘મધ્યમ વર્ગ પાસે અચાનક પૈસા આવી ગયા છે. હવે તેઓ સમજદારીપૂર્વક તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. અને ત્યાં કેટલાક યુગલો થોડા વર્ષોમાં છૂટાછેડા પણ લઈ લે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers