Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાસપોર્ટ કઢાવવા ખોટું નામ દર્શાવતો જન્મનો દાખલો રજૂ કર્યો તો થઈ શકે છે સજા

વડોદરા, વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી વ્યક્તિ દ્વારા પાસપોર્ટ કઢાવવા માટે કરેલી અરજીમાં બનાવટી જન્મ સર્ટીફિકેટ રજૂ કર્યા હોવાનું રીજીયોનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા પકડવામાં આવતાં આ વ્યક્તિની સામે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી.

જે અંતર્ગત વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં આ મામલે ગુનો દાખલ કરીને પાસપોર્ટમાં ખોટું નામ દર્શાવી દાખલો રજૂ કરનાર રાવપુરાના એક શખ્સની પોલીસે અટકાયત કરી છે.

રાવપુરા મચ્છીપીઠ વિસ્તારના મુસ્તકીમ એપાર્ટમેન્ટમાં રહેતા અબ્દુલ વહીદ કુદરત ખાન પઠાણે તેમની જન્મ તારીખ બદલવા માટે પાસપોર્ટ ઓફિસમાં જુદી જુદ વખતે ત્રણ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. જેથી અમદાવાદની રીજનલ પાસપોર્ટ ઓફિસે (Ahmedabad RPO) વડોદરા પોલીસ કમિશનરને (Vadodara Police commissioner) તપાસ કરવા માટે જાણ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ વહીદે એક પ્રમાણપત્રમાં વહીદ ખાન કુદરત ખાન નામ દર્શાવી જન્મ તારીખ ૩૧-૩-૧૯૭૪ દર્શાવી હતી.

જ્યારે બીજા એક પ્રમાણપત્રમાં અબ્દુલ વહીદ કુદરત ખાન હયાત ખાન પઠાણ નાના મે જન્મ તારીખ ૧૯-૩-૧૯૭૬ દર્શાવી હતી. ત્રીજા એક પ્રમાણપત્રમાં રહેમત ખાન કુદરત ખાન હયાત ખાનનું નામ દર્શાવી જન્મ તારીખ ૩૧-૩-૧૯૭૪ દર્શાવી હતી.

તપાસ કરતા અબ્દુલ વહીદ પઠાણ અગાઉ કલ્યાણનગર ખાતે રહેતી હોવાની અને તે વખતે મેળવેલા પાસપોર્ટમાં જન્મમાં દાખલાની માહિતી ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. તે વખતે વહીદ ખાન કુદરત ખાનના નામે રજૂ થયેલા દાખલાની કોર્પાેરેશનમાં કોઈ નોંધણી થઈ નહીં હોવાની વિગતો બહાર આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers