Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જેમને લગ્ન કરવા છે તેઓ મારી સાથે ફિલ્મ સાઈન કરે તેમનું કામ થઈ જશે: સારા

મુંબઈ, વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા અને તેમના લગ્નને આજે પણ બી-ટાઉનના સૌથી સિક્રેટ વેડિંગ તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ ડેટ કરતાં હોવાની ખબરો ઘણા સમયથી ચાલી રહી હતી પરંતુ છેક સુધી તેમણે આ વાતની પુષ્ટિ કરી નહોતી.

રાજસ્થાનના બરવાડામાં આવેલા સિક્સ સેન્સ ફોર્ટમાં શાહી અંદાજમાં તેમણે હિંદુ રીતિ-રિવાજથી સાત ફેરા લીધા હતા, જેને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. ત્યારથી લઈને આજસુધીમાં બંને ક્યારેય પણ કપલ ગોલ્સ આપવામાં નિષ્ફળ રહ્યા નથી. ફેન્સ તેમને પ્રેમથી ઈંફૈષ્ઠાટ્ઠં કહીને બોલાવે છે.

હાલમાં એક્ટરને શું તેને કેટ કરતાં કોઈ સારી દુલ્હન મળી તો ફરીથી લગ્ન કરશે કે કેમ તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો તેણે મજેદાર જવાબ આપ્યો હતો. વાત એમ છે કે, સોમવારે વિકી કૌશલે તેની અપકમિંગ ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’નું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે અને સારા અલી ખાન તેની ઓપોઝિટમાં છે. ટ્રેલરમાં જાેવા મળ્યું કે, પ્રેમમાં તરબોળ આ બંને લગ્ન કરે છે અને થોડા વર્ષ બાદ મુશ્કેલીઓ શરૂ થાય છે અને તેમને હવે ડિવોર્સ જાેઈએ છે.

ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિકીને કેટરીના સાથેના તેના લગ્ન વિશે કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. એક મીડિયાકર્મીએ પૂછ્યું હતું ‘શું કેટરીના કૈફ કરતાં કોઈ સારી છોકરી મળી તો તું તેની સાથે લગ્ન કરીશ?’ આ સાંભળી સારા ચોંકી ગઈ હતી તો વિકી હસવા લાગ્યો હતો, બાદમાં તેણે કહ્યું હતું કે ‘સાંજે ઘરે પણ જવાનું છે. આવા આડાઅવળા સવાલ પૂછી રહ્યા છો. હું તો હજી બાળક છું. મને હજી થોડો મોટો થવા દો.

તમારા આ સવાલનો હું કેવી રીતે જવાબ આપું? ખતરનાક સવાલ પૂછ્યો છે. અમારા સંબંધો જન્મોજન્મ સુધીના છે. લગ્ન પહેલા અને બાદના પરિવર્તન વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે ‘લગ્નના એક દિવસ પહેલા મેં પી રાખ્યો હતો અને લગ્ન બાદ તેનો નશો ચડ્યો હતો.

લગ્ન થયા તે પહેલા હું સિંગલ હતો અને લગ્ન થયા તે બાદ હું પરિણીત હતો’. લગ્ન વિશે પૂછતાં તેણે કહ્યું હતું ‘લગ્નના દિવસે હું સ્પષ્ટ રીતે જાણતો હતો કે, મારા પક્ષમાંથી કોણ છે અને કેટરીનાના પક્ષમાંથી કોણ છે. એક પરિવાર પંજાબનો હતો અને એક પરિવાર યુકેનો.

ઝરા હટકે ઝરા બચકે’ના શૂટિંગ બાદ વિકી કૌશલના લગ્ન થયા હતા. આ વિશે મજાક કરતાં ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સારા અલી ખાને કહ્યું હતું કે, વિકી તેનો ચોથો તેવો કો-એક્ટર છે, જેના તેની સાથે કામ કર્યા બાદ લગ્ન થયા છે. ‘તે ચોથો એવો એક્ટર છે, જેણે મારી સાથે શૂટિંગ કરતાં-કરતાં લગ્ન કરી લીધા છે’.

આવું અગાઉ રણવીર સિંહ (સિમ્બા), વરુણ ધવન (કૂલી નંબર ૧) અને વિક્રાંત મેસી (ગેસલાઈટ) સાથે થયું હતું. એક્ટ્રેસે વધુમાં કહ્યું હતું ‘હું કહી ચૂકી છું કે જેને પણ લગ્ન કરવા છે, અથવા જે મહિલા ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેની સાથે લગ્ન કરી લે, તેણે માત્ર મારી સાથે ફિલ્મ સાઈન કરવાની છે. મને લાગે છે કે મારી એનર્જી એવી છે જે તેમને દોડીને તરત જ લગ્ન કરતાં કરી દે છે’. જણાવી દઈએ કેે, ‘ઝરા હટકે ઝરા બચકે’ ૨ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે, જેનું ડિરેક્શન લક્ષ્મણ ઉટેકરે કર્યું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers