Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સુખરામનગર સ્લમ ક્વાટર્સનાં ૪૪૦ મકાનને જર્જરિત જાહેર કરાયાં

પૂર્વ ઝોનનાં આશરે ૭૦૦ મકાનને તંત્રે જર્જરિત જાહેર કરાતાં ખળભળાટ મચ્યો

અમદાવાદ, હવે ચોમાસાની ઋતુ આડે ગણતરીનો એક-દોઢ મહિનો બાકી છે. ચોમાસાની ઋતુમાં અવારનવાર ભયાનક મકાનો અચાનક ધરાશાયી થઈને જાનમાલને હાનિ થવાના કિસ્સા શહેરમાં નોંધાતા રહે છે. જાેકે તાજેતરમાં મક્તમપુરા વોર્ડના સોનલ સિનેમા રોડની એક જર્જરિત ઇમારત જમીનદોસ્ત થતાં ૨૩ ગરીબ પરિવાર બેઘર થઇ ગયા છે.

દરમિયાન ખુદ મ્યુનિ.તંત્ર દ્વારા પૂર્વ ઝોનના સુખરામનગર સ્લમ ક્વાટર્સ એટલે કે સંત વિનોબાભાવે નગર નામે ઓળખાતી આવાસીય યોજનાનાં કુલ ૪૪૦ મકાનને જર્જરિત કરતાં ખળભળાટ મચ્યો છે.

તંત્ર દ્વારા ભયજનક મકાનો બાબતે અપાયેલી જાહેર ચેતવણી મુજબ પૂર્વ ઝોનમાં સુખરામનગર હેલ્થ ક્વાટર્સ એટલે કે સંત વિનોબાભાવેનગરનાં કુલ ૪૪૦ મકાન ઉપરાંત ગોમતીપુર જૂના હેલ્થ ક્વાર્ટસનાં કુલ ૧૫૨, રાજપુર હેલ્થ સ્ટાફ ક્વાર્ટસ (મોટા)નાં કુલ ૬૮ મકાન અને રાજપુર હેલ્થ સ્ટાફ ક્વાર્ટસ (નાના)નાં કુલ ૩૬ મકાન મળીને ૬૯૬ ભયજનક જાહેર કર્યાે છે. આ તમામ ક્વાર્ટસ તંત્ર દ્વારા વેચાણથી આપેલાં છે.

આવા ભયજનક મકાન અંગે મળેલી ફરિયાદોના આધારે સત્તાવાળાઓ દ્વારા ભયાનક ઉતારી લેવા અને બાકીનો ભાગ રિપેર કરી મકાનને સુરક્ષિત કરવા અંગે કેટલીક જગ્યાઓએ જીપીએમસી એક્ટની કલમ ૨૬૪ તથા અન્ય જાેગવાઈઓ હેઠળ નોટિસ ફટકારાઈ છે.

જાેકે નોટિસ ફટકારવા છતાં ભયજનક મકાનો બાબતે જવાબદાર વ્યક્તિઓ દ્વારા આવું મકાન કે તેનો ભાગ ઉતારવા અંગે કોઈ જ કાર્યવાહી કરી નથી, જેના કારણે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર દ્વારા સંબંધિતોને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની જાહેર ચેતવણી અપાઈ છે તેમજ તંત્રએ એવી ચેતવણી અપાઈ છે તેમજ તંત્રએ એવી ચેતવણી પણ આપી છે કે જાે આવાં મકાન કે તેનો ભાગ પડી જવાથી થનારા જાનમાલના નુકસાનની જવાબદારી કબજેદારોની રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers