Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રોમાંચક મેચમાં લખનૌએ મુંબઈને પાંચ રને હરાવ્યું

નવી દિલ્હી,  IPL ૨૦૨૩ના લીગ તબક્કાનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી માત્ર ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. હજુ ત્રણ ટીમો ક્વોલિફાય થવાની બાકી છે જેના માટે ટીમો વચ્ચે જાેરદાર જંગ ચાલી રહ્યો છે.

બીજી તરફ મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્‌સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચે આ પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે. સુપર જાયન્ટ્‌સે મુંબઈને ૫ રને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. જણાવી દઈએ કે, હાલ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સિવાયની દરેક ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. હજુ ત્રણ ટીમોએ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવાનું બાકી છે, જેના માટે ૭ ટીમો લડી રહી છે.

બીજા નંબરની ચેન્નાઈ સુપર કિંગ્સથી લઈને નંબર ૮ પંજાબ કિંગ્સ સુધીની કોઈપણ ત્રણ ટીમો ક્વોલિફાય થઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે તેમની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવવાની જરૂર છે. ક્વોલિફાય થવા માટે લખનૌ સુપર જાયન્ટ્‌સે તેની છેલ્લી લીગ સ્ટેજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવવી પડશે. જાે આમ થશે તો KKR પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

પ્લેઓફમાં પ્રવેશવા માટે મુંબઈ ઈન્ડિયન્સને તેની છેલ્લી લીગ મેચમાં વધુ સારા રન રેટ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. આનો અર્થ એ થશે કે જાે બેંગ્લોર અને પંજાબ તેમની છેલ્લી બે મેચ જીતીને ૧૬ પોઈન્ટ સુધી પહોંચે છે તો તેમનો રન રેટ મુંબઈ કરતા ઓછો રહેશે.

બીજી તરફ, જાે મુંબઈની સાથે પંજાબ અને બેંગ્લોરને પણ ૧૬ પોઈન્ટ મળે અને બંનેનો રન રેટ મુંબઈ કરતા સારો હોય તો મુંબઈ લખનૌ અને ચેન્નાઈની છેલ્લી મેચ હાર્યા બાદ જ ક્વોલિફાઈ કરી શકશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની બાકીની બંને મેચ જીતવી જરૂરી છે. આ સાથે RCB ૧૬ પોઈન્ટ પર આવી જશે. નોંધનીય છે કે, જાે મુંબઈ અને પંજાબ પણ ૧૬ પોઈન્ટ સુધી પહોંચે છે, તો RCBને ક્વોલિફાઈ કરવા માટે બંને ટીમો કરતાં વધુ સારા રન રેટની જરૂર પડશે.

બીજી તરફ જાે ચેન્નાઈ અને લખનૌ તેમની છેલ્લી મેચ હારી જાય છે તો ૧૬ પોઈન્ટ ધરાવતી ત્રણેય ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. રાજસ્થાન રોયલ્સને ૧૪ પોઈન્ટ સુધી લઈ જવા માટે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચ સારા રન રેટથી જીતવી પડશે.

આ સાથે તેણે આશા રાખવી પડશે કે મુંબઈ તેની છેલ્લી મેચ જીતે નહીં. બીજી તરફ બેંગ્લોર, કોલકાતા અને પંજાબમાંથી કોઈ પણ ટીમ ૧૪ પોઈન્ટ સુધી પહોંચી શકી નથી અને જાે આમ થશે તો તેમનો રન રેટ RCB કરતા ઓછો થઈ જશે, ત્યારે રાજસ્થાન પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકશે. કોલકાતા નાઈટ રાઈડર્સે ૧૪ પોઈન્ટ સુધી પહોંચવા માટે તેની છેલ્લી મેચ જીતવી પડશે. આ સાથે, તેણે આ મેચ સારા રન રેટ સાથે જીતવી પડશે, જેથી જાે ૧૪ પોઈન્ટ પર પ્લેઓફમાં ક્વોલિફાઈ થવાની તક હોય તો KKRનો રન રેટ અન્ય તમામ ટીમો કરતા સારો હોવો જાેઈએ.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers