અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ૧૮ મેથી ૧૭ જૂન દરમિયાન યોજાશે ‘કેસર કેરી મહોત્સવ’

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઇ ખાબડ કેસર કેરી મહોત્સવ ખુલ્લો મુકશે-ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકશે અમદાવાદના નાગરિકો
ગુજરાત સરકારના એકમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. Ahmedabad Vastrapur Haat Kesar Mengo Mahotsav
તારીખ ૧૮ મે, ૨૦૨૩ ગુરુવારના રોજ સવારે ૯:૩૦ કલાકે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઇ ખાબડ કેસર કેરી મહોત્સવ ખુલ્લો મુકશે. ૧૮ મેથી ૧૭ જૂન દરમિયાન ચાલનાર આ મહોત્સવમાં કેસર કેરી પકવતા ખેડૂતો સીધુ વેચાણ કરશે.
અમદાવાદના નાગરિકોને કેસર કેરીનો અસ્સલ સ્વાદ અને ખેડૂતોને સારું બજાર મળે તે હેતુથી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન કેસર કેરી મહોત્સવનું આયોજન કરે છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે ઉત્તમ ગુણવત્તાયુક્ત કેરી મળવાને કારણે પ્રતિવર્ષ અમદાવાદના લોકો કેસર કેરી મહોત્સવની રાહ જોતા હોય છે.